fbpx
ભાવનગર

૩૬ મી નેશનલ ગેમ્સનાં આયોજનની સમીક્ષા બેઠક કલેકટરશ્રીનાં અધ્યક્ષ સ્થાને યોજાઇ

ગુજરાત સરકાર તથા રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રથમવાર યોજાનાર ૩૬ મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ નુ આયોજન આગામી તા. ૨૬-૦૯-૨૦૨૨ થી તા. ૧૨-૧૦-૨૦૨૨ સુધી ગુજરાત રાજ્યમાં થનાર છે, ત્યારે ભાવનગર ખાતે યોજાનાર નેશનલ ગેમ્સ ની રમતો અંગે આયોજનની સમીક્ષા બેઠક કલેકટરશ્રીનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.    

        ગુજરાત રાજ્ય પ્રથમ વખત જ્યારે રાષ્ટ્રીય રમત માટેની મેજબાની કરી રહ્યું છે ત્યારે ભાવનગરમાં ૩૬ મી નેશનલ ગેમ્સની રમતો નેટબોલ, બાસ્કેટબોલ અને વોલીબોલની રમત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાડવામાં આવશે. જેની ગ્રાઉન્ડની  સ્થિતિ, ખેલાડીઓના હોટલમાં રહેવાની વ્યવસ્થા, ખેલાડીઓ માટે જમવાની વ્યવસ્થા, એજન્સી સાથે લાયેઝનીંગ, નેશનલ મેસ્કોટ લગાવવા અંગે માહિતી, સુરક્ષા વગેરે સંબધિત સમીક્ષા કરવામાં આવી હતી.                    આ બેઠકમાં કમિશ્નરશ્રી એન. વી ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, એ.એસ.પી. શ્રી સફીન હસન,  નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે.પટેલ સહિત રમત-ગમત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/