fbpx
ભાવનગર

૩૬ મી નેશનલ ગેમ્સ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત તળાજા ખાતે પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્ય ૩૬ મી નેશનલ ગેમ્સનું યજમાન બન્યું છે ત્યારે આ અંગે લોકજાગૃતિ અર્થે ભાવનગર જિલ્લાની તળાજા ખાતે આવેલ વાય.જે.દોશી કોમર્સ એન્ડ આર્ટ્સ કોલેજ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

        જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિન્દ્ર પટેલે જણાવ્યું કે, કોરોના બાદના લાંબા અંતરાલે યોજાઇ રહેલી આ ગેમ્સને રમાડવાનું રાજ્ય સરકારે બીડું ઝડપીને માત્ર ફક્ત ત્રણ મહિનાનાં ઓછા સમયમાં નેશનલ ગેમ્સનું આયોજન કરી બતાવ્યું છે. નેશનલ ગેમ્સ રાજ્યનાં ૬ મહાનગરોમાં યોજાશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરનો સમાવેશ થાય છે.

        તેમણે ઉમેર્યું કે, ગુજરાત રાજ્ય નેશનલ ગેમ્સ યોજવા માટે સુસજ્જ છે. ત્યારે આપણે સૌ પણ આ ઐતિહાસિક ઘટનામાં સહભાગી બનીએ. છેલ્લે ૭ વર્ષ અગાઉ વર્ષઃ ૨૦૧૫ માં કેરળમાં નેશનલ ગેમ્સ યોજવામાં આવી હતી. આટલા લાંબા સમય પછી યોજાનારી નેશનલ ગેમ્સને યોજવાં માટે રાજ્ય સંપૂર્ણપણે સજ્જ છે.

        આ અવસરે ખેલાડીઓ વચ્ચે કબડ્ડીની ગેમ રમાડવામાં આવી હતી. આ પ્રસંગે તળાજા મામલતદારશ્રી જ્હાન્વીબા જાડેજા, વાય.જે.દોશી કોમર્સ એન્ડ આર્ટ્સ કોલેજના ટ્રસ્ટી ગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/