fbpx
ભાવનગર

અભ્યાસમાં મદદરૂપ બનવાં માટે ૩,૬૫૩ બહેનોને રૂ. ૨૮ લાખની સહાય પહોંચાડવામાં આવી

શિશુવિહાર સંસ્થાના આદ્ય સ્થાપક સભ્યશ્રી હીરાબહેન માનભાઈ ભટ્ટની સ્મૃતિમાં વર્ષઃ ૨૦૦૦થી પ્રારંભાયેલ મહિલા સશક્તિકરણ અંતર્ગત ‘નયી તાલીમની શાળાઓમાં અભ્યાસ કરતી ધોરણ- ૧૦ અને ૧૨ ની ૨૦૦ દીકરીઓને રૂ. ૬ લાખની સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું.

        ઘર અને ગામડાનું પરિસર છોડીને ખાસ ભણતર માટે થઈ ’નયી તાલીમ’ની શાળાઓમાં હૉસ્ટેલમાં રહીને ભણતી તેજસ્વી દીકરીઓ ધોરણ- ૧૦ અને ૧ર નાં વર્ષમાં આર્થિક કારણોસર અભ્યાસ ન છોડે તેવાં શુભ આશયથી વર્ષઃ ૨૦૦૦થી પ્રારંભાયેલ સેવા થકી ૩,૬૫૩ બહેનોને રૂ. ૨૮ લાખની સહાય પહોંચાડવામાં આવી છે.

        અભ્યાસ સાથે બહેનો ઔદ્યોગિક તાલીમ મેળવે તે માટે થઈ ૧૫૪ જરૂરિયાતમંદ બહેનોને રૂ ૧૮,૮૪,૦૦૦ ની સાધન સહાય પહોંચાડવામાં આવી છે.

        બહેનો શિક્ષિત અને અને સ્વ-રોજગારથી આત્મસમાનથી જીવે તે માટે છેલ્લાં ૨૨ વર્ષના પ્રયત્નો થકી ભાવનગરની સેવા સંસ્થા શિશુવિહારથી સ્ત્રીસશક્તિરણ માટે રૂ. ૫૬ લાખની કુલ સહાય  આપવામાં આવી છે. અને આ રીતે ખરી રીતે સાચા અર્થમાં મહિલા શસક્તિકરણ કરવામાં આવ્યું છે.

        ગાંધી મહેન્દ્ર ચત્રભુજ ઍજ્યુકેશનલ ટ્રસ્ટના સહયોગથી ભાવનગર ગ્રામ વિસ્તારની દીકરી માટેની દીર્ઘકાલીન સેવા શ્રી ગૌરાંગભાઈ અને ભદ્રેશભાઈ ગાંધીએ અભૂતપૂર્વ સહકાર આપ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/