fbpx
ભાવનગર

તળાજામાં આઈટીઆઈ ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો, ૪૪ વિદ્યાર્થીઓની પસંદગી

ભાવનગર જિલ્લાના તળાજા ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈટીઆઈ તળાજા તથા અન્ય આઈટીઆઈના ૬૨ તાલીમાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું હતું. તેમાંથી ૪૪થી વધુ તાલીમાર્થીઓનું ટાટા કંપનીમાં પ્રાયમરી સિલેકશન થયું છે. ખાસ વાત એ છે કે, સંસ્થાના ૭ જેટલા વિદ્યાર્થીઓને આઈટીઆઈના ચાલુ અભ્યાસે જ નોકરી મળી ગઈ છે. જે તળાજા આઈટીઆઈની મહત્વની સફળતા ગણી શકાય છે.

ટાટા કંપનીના રિક્રુટમેંટ ઓફીસરે તળાજા આઈટીઆઈ દ્વારા અપાતા શિક્ષણ અને કામગીરીને શ્રેષ્ઠ ગુણવત્તાની ગણાવી હતી. સરકારી આઈટીઆઈ કોલેજ ભવિષ્યમાં પણ તળાજા તાલુકાના યુવાઓ માટે રોજગારીલક્ષી કાર્ય માટે હમેશા પ્રયત્નશીલ રહેશે તેમ સંસ્થાના આચાર્ય જય દવે અને પ્લેસમેન્ટ ઇન્ચાર્જ પી.બી.વકાણીએ માહિતી આપી હતી. આ ભરતી મેળાને સફળ બનાવવા માટે સંસ્થાના ફોરમેન સી.વી.પટેલ અને ટી.બી.ખસીયા તેમજ સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/