fbpx
ભાવનગર

અમરેલી કલેક્ટર કચેરીમાં ૧૧ માસના કરાર આધારિત કાયદા સલહકારની આવશ્યકતા: તા.૨૭ એપ્રિલ સુધીમાં અરજી કરવી

અમરેલી, તા. ૧૨ એપ્રિલ, ૨૩ (બુધવાર)  અમરેલી કલેક્ટર કચેરી ખાતે કાયદા સલાહકારની ૧૧ માસના કરાર આધારિત ૦૧ જગ્યા માટે લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી તા.૨૭ એપ્રિલના રોજ સાંજે ૫.૦૦ કલાક સુધીમાં અરજીઓ કરવાની રહે છે. આ અરજીમાં ઉમેદવારનું નામ, જન્મ તારીખ, રહેણાંકનું સ્થળ (કાયમી/હંગામી), શૈક્ષણિક લાયકાત, અનુભવી વિગતો દર્શાવી અરજી કરવાની રહેશે. અરજદારની ઉંમર ૫૦ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. ઉમેદવારને કાયદાની (એલ.એલ.બી) ડીગ્રી અથવા કેન્દ્ર/ રાજ્ય સરકારનાં કાયદા દ્વારા સ્થપાયેલ માન્ય યુનિવર્સિટી દ્વારા એચ.એસ.સી. બાદ પાંચ વર્ષનો અભ્યાસક્રમ પાસ કર્યો હોવાની કાયદાની ડીગ્રી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ-૧૯૫૬ની કલમ-૩ દ્વારા સ્થાપવામાં આવેલી યુનિવર્સિટી ખાતે કાયદાની ડીગ્રી મેળવી હોય તે જરુરી છે. આ ઉપરાંત ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય નિયમો) -૧૯૬૭માં જણાવ્યા મુજબ કોમ્પ્યુટર ઉપયોગનું પાયાનું જ્ઞાન. ગુજરાતી અને /અથવા હિન્દી ભાષાનુ પૂરતું જ્ઞાન હોવું આવશ્યક છે. ઉમેદવાર હાઇકોર્ટ અથવા હાઇકોર્ટની તાબા હેઠળની કોર્ટમાં પ્રેક્ટીસ કરતા એડવોકેટ, એટર્ની અથવા સરકારી વકીલ તરીકેનો પાંચ વર્ષનો અનુભવ અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અથવા સરકાર કે તેની હસ્તકનાં બોર્ડ/નિગમ અથવા કંપની કાયદા હેઠળ સ્થપાયેલ કંપનીમાં કાયદાકીય બાબતોનો પાંચ વર્ષનો અનુભવ. ઉક્ત અનુભવ અંગેના પ્રમાણપત્ર ઉમેદવારે જો હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરેલી હોય, તો રજીસ્ટ્રારશ્રી અથવા જો ઉમેદવાર હાઇકોર્ટની તાબા હેઠળની કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હોય તો પ્રિન્સિપાલ જ્યુડીશિયલ ઓફિસર અથવા સબંધિત જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજશ્રી કે સીટી સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ જજશ્રી અથવા કંપની કાયદા/કંપની સરકાર હસ્તકનાં નિગમ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કચેરીનાં વડા દ્વારા પ્રમાણિત કરેલા હોવા જોઇએ. ઉમેદવાર ગુજરાતીમાં બોલી, વાંચી અને લખી શકે તે અંગેનુ જ્ઞાન તથા ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં સરળતાથી ભાષાંતર કરી શકે તે મુજબનુ જ્ઞાન હોવુ જોઇએ. આ જ્ઞાન હોવા અંગેનુ ઉપર મુજબના અધિકારીશ્રીઓ દ્વારા ઇશ્યુ કરેલ પ્રમાણપત્ર બિડવાનુ રહેશે. પસંદ થનાર ઉમેદવારને માસિક રૂ.૬૦,૦૦૦/-(અંકે રૂપીયા સાઇઠ હજાર પુરા) ફિક્સ. આ સિવાયની અન્ય બોલીઓ, શરતો, બજાવવાની સામાન્ય ફરજો અને જવાબદારીની વિગતો જિલ્લા કલેક્ટરશ્રીની કચેરીના નોટીસ બોર્ડ અથવા મહેકમ શાખામાં કચેરી સમય દરમિયાન રૂબરૂ જોઈ શકાશે. સબંધિત ઉમેદવારોને જ્યારે ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે ત્યારે ઉમેદવારે અસલ ડોક્યુમેન્ટ સાથે લાવવાનાં રહેશે અને સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનુ રહેશે.આ ભરતી બાબતે જરૂર જણાય લેખિત પરીક્ષા પણ લેવામાં આવશે. આ ભરતી માટે અધુરૂ વિગતવાળી તેમજ નિયત સમયમર્યાદા બાદ આવેલી અરજીઓ લેવામાં આવશે નહીં તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની એક યાદીમાં જણાવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/