fbpx
ભાવનગર

ભાવનગર ખાતે આયુષ્માન ભવ: અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે

દેશના માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ દ્વારા ૧૩મી સપ્ટેમ્બરના રોજ વર્ચ્યુઅલ રીતે દેશમાં આયુષ્માન ભવ: કાર્યક્રમ લોન્ચ કરવામાં આવશે. જેનું જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.આયુષ્માન ભવ: કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓ સુધી તમામ આરોગ્યની યોજનાઓનાં લાભોથી અવગત કરવા તેમજ યોજનાઓનો ૧૦૦ ટકા લાભ પહોંચાડવા માટે તા.૧૭ સપ્ટેમ્બર થી આયુષ્માન ભવ: અભિયાન હાથ ધરવામાં આવશે.જેમાં વિવિધ આરોગ્યને લગતી સેવાઓ જેવી કે, આયુષ્માન કાર્ડનો કેમ્પ, રક્તદાન શિબિર સહિત વિવિધ કેમ્પનાં આયોજન હાથ ધરવામાં આવશે.

આયુષ્માન ભવ: કાર્યક્રમ હેઠળ તમામ મુદ્દાઓનું સચોટ અમલીકરણ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ યોજનાઓની માહિતી તેમજ મળવાપાત્ર લાભો લાભાર્થીઓ સુધી પહોંચે અને એક પણ લાભાર્થી વંચિત ન રહી જાય તે માટે સુ શ્ચિત કામગીરીઓ હાથ ધરવામાં આવશે.

આયુષ્માન ભવ: કાર્યક્રમ હેઠળ “આયુષ્માન આપ કે દ્વાર” ત્રીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે. જેમાં પી.એમ.જે.વાય. યોજના હેઠળ લાયક લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ માટે ઝુંબેશ સ્વરૂપે કાર્યવાહી હાથ ધરી એક પણ લાભાર્થી બાકી ન રહે તેની ખાતરી કરી કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે. ઉપરાંત જિલ્લામાં આયુષ્માન મેળા અને આયુષ્માન સભાનું પણ આયોજન હાથ ધરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/