fbpx
ભાવનગર

પૂ. મોરારીબાપુની કૃપા અને પ્રેરણાથી 934 ની રામકથા માનસ સંવત્સર ધરમપુર ખાંડામાં વનવાસી 50 કન્યાઓને સાયકલ અર્પણ

તાજેતરમાં  પૂજ્ય મોરારીબાપુની 934 ની રામકથા માનસ સંવતસર,પૂજ્ય બાપુ ની કૃપા અને પ્રેરણાથી, રામકથાના યજમાન પરિવાર દ્વારા, ધરમપુરના ખાંડા વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળા તેમજ ભવાડા ખોરી ફળિયા, ઉપલા ફળિયા સાંવરમાળ, અંબા તલાટ, ડુંગર સેત ફળિયા,  ભવાડા સજની બરડા જેવી પ્રાથમિક શાળાઓમાં ધોરણ પાંચ થી સાત માં જે કન્યાઓ શાળાથી દૂર, બેથી ત્રણ કિલોમીટર પગપાળા અભ્યાસ કરવા માટે આવે છે, તેવી ખાંડા ગામની 25 કન્યાઓને તથા આજુબાજુની શાળાઓમાંથી 25 કન્યાઓને પૂજ્ય બાપુ ની કૃપા અને  કરુણા થી,યજમાન પરિવાર દ્વારા બાપુના હસ્તે સાયકલ અર્પણ કરવામાં આવી. પરમ પૂજ્ય મોરારીબાપુની માનસ આચાર્ય રામકથા 917 ગાંધીનગર ના અનુસંધાને તેઓની કૃપા અને પ્રેરણાથી બેટી બચાવો બેટી ભણાવો આહવાન સર, તલગાજરડા ના નિવૃત્ત શિક્ષક રાષ્ટ્રપતિ અને ચિત્રકૂટ એવોર્ડ વિજેતા જીતેન્દ્ર વાજા દ્વારા બાપુની કરુણાથી નિમિત માત્ર બની,આરતી મહિલા વિકાસ સંઘના માધ્યમથી સમગ્ર દેશમાં બાપુના ચરણોમાં આ અભિયાન ચલાવી રહ્યા છે.

જે બાબતે ધરમપુર ખાંડા 934 ની રામકથા માં મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 133 મી જન્મ જયંતી અને સૌના આરાધ્યદેવ પ્રભુ શ્રીરામની જન્મ જયંતી ઉત્સવ પ્રસંગે,  પૂજ્ય બાપુએ વનવાસી કન્યાઓને, જે અંતરિયાળ વિસ્તારની અતિ ગરીબ  પરિવારની કન્યાઓ છે તેઓના શિક્ષણ ને ગતિમાન અને વેગવંતુ બનાવી પૂજ્ય બાપુએ પુરી કૃપા અને કરુણા વરસાવી છે.આ કાર્ય મા પટેલ ફાફડા વાળા પરિવાર પરેશભાઈ અને મિતુલ ભાઈ, ખાંડા,સી આર સી રામભાઈ. ખાંડા આચાર્ય મિતેન્દ્ર સિંહ નો ખૂબ સહકાર મળ્યો હતો. અત્યાર સુધીમાં જુદા જુદા સ્થળોએ 114 સાયકલ વિતરણ કરવામાં આવેલ છે જેનો વ્યાપ પૂજ્ય બાપુની રામકથાના પ્રભાવથી સમગ્ર દેશમાં આ અભિયાન વિસ્તરણ થવામાં છે. પૂજ્ય બાપુ જ્યાં પણ આશીર્વાદ વચન આપવા પધારશે ત્યાં આ કાર્યક્રમ યોજવાનો શિક્ષકનો મનોરથ છે જે બાબતે સમગ્ર દેશમાંથી પૂજ્ય બાપુના કથાના કલાકાર અને ફ્લાવર અને યજમાન આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં સહકાર આપી રહ્યા છે. આ બાબતે આપણા વિસ્તારની દીકરીઓ માટે, શહેરના તમામ બિરાદરોને અને મહાનુભાવ ને આ અભિયામાં સહકાર આપવા વિનંતી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/