fbpx
ભાવનગર

ચિત્રકૂટધામ ખાતે મોરારિબાપુ દ્વારા સંતવાણીના આરાધકોને એવોર્ડ અપાશે 

પૂજ્ય મોરારીબાપુના પિતાજી પૂજ્ય શ્રી પ્રભુદાસબાપુની તિથીએ(કારતક વદ બીજ) તલગાજરડા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પ્રતિવર્ષ પૂજ્ય મોરારિબાપુ દ્વારા સંતવાણીના આરાધકોની વંદના પણ કરવામાં આવે છે. તા.૧૭/૧૧ ને સવારે ૯ વાગ્યે શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા ગામની ૬ દીકરીઓના સમુહલગ્ન યોજવામાં આવશે. તે દિવસોમાં શ્રી ચિત્રકૂટધામ દ્વારા મહુવા હવેલીમાં શ્રી ઠાકોરજીનો બડો મનોરથ યોજાશે. એ પ્રમાણે પૂજ્ય પ્રભુદાસ બાપુના પુણ્ય સ્મરણમાં મોરારિબાપુની પ્રેરણા અને આશિષથી ગુજરાતના સંતવાણીના ભજનિકો અને વાદ્યકારોને આગામી તા.૧૭/૧૧/૨૪ ની રાત્રીએ ૮ કલાકે શ્રી ચિત્રકૂટધામ તલગાજરડામાં પૂજ્ય બાપુના શુદ્ધ હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં: (૧) સંતવાણી સર્જકની વંદના હેઠળ ભક્ત કવિશ્રી ધીરા ભગત (ગઢડા) જેમના પ્રતિનિધિ: શ્રી. નારાયણભાઈ રબારીને એનાયત કરવામાં આવશે. (૨) શ્રી રામદાસજી ગોડલીયા  (જુનાગઢ,) ભજનિક (૩) શ્રી ચંદુભાઈ ડાભી, (જુનાગઢ,) વાદ્ય સંગત-બેન્જો (૪) શ્રી ભૂપત પેંટર (રાજકોટ,) વાદ્ય સંગત તબલાં (૫) શ્રી વિજયકુમાર ગોસાઈ (જુનાગઢ,) વાદ્ય સંગત, મંજીરાં.  આ કાર્યક્રમમાં અનેક જાણીતા ભજનિકો, વાદ્યકારો અને ભજનપ્રેમીઓ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પૂજ્ય બાપુના ઉદ્બોધન બાદ સંતવાણી યોજાશે.

Follow Me:

Related Posts