fbpx
બોલિવૂડ

અભિનેત્રી માલવી મલ્હોત્રા પાગલ પ્રેમીએ પહોંચાડેલી ઇજામાંથી હાલ સ્વસ્થ થઈ

અભિનેત્રી માલવી મલ્હોત્રા પાગલ પ્રેમીએ પહોંચાડેલી ઇજામાંથી હાલ સ્વસ્થ થઈ ગઈ છે. હવે તેઓ વાપસી કરવા માટે તૈયાર છે. ‘ઉડાન’ ફેમ અભિનેત્રી માલવી મલ્હોત્રા પર નવેમ્બર ૨૦૨૦ માં પાગલ પ્રેમીએ છરી વડે હુમલો કર્યો હતો. આશિક તેના પેટ અને હાથ પર હુમલો કરી ઘટનાસ્થળેથી ભાગ્યો હતો. હુમલાખોરે તેને લગ્નની ઓફર કરી હતી, જેને માલવીએ નકારી હતી. માલવી મલ્હોત્રાએ કહ્યું કે ડોક્ટરની પરવાનગી લેતા પહેલા હું મારી ક્રિએટીવીટી વધારવા માટે કંઈક શીખવાનો પ્રયાસ કરી રહી છું. માલવીએ કેટલાક પ્રોજેક્ટ્‌સનું કામ પૂર્ણ કર્યું છે. તેણે કહ્યું કે, ‘હું એક નવા પ્રોજેક્ટ પર કામ કરવા માંગુ છું.

હું પ્રોજેક્ટ પર કામ કરવા માટે ડોક્ટરની મંજૂરીની રાહ જાેઈ રહી છું. એક ખાનગી અખબારના રિપોર્ટ અનુસાર, માલવીના બે મ્યુઝિક વીડિયો ટૂંક સમયમાં રિલીઝ થવાના છે. એકને તેનો અવાજ ભૂમિ ત્રિવેદીએ આપ્યો છે, જ્યારે એક ગીત કૃણાલ ગાંજાવાળાએ ગાયું છે. તેણે તમિલ શોર્ટ મૂવીમાં પણ કામ કર્યું છે. તમિલ શોર્ટ મૂવી એમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલિઝ થવાની છે. જ્યારે તેની ભાવિ યોજના વિશે પૂછવામાં આવ્યું ત્યારે માલવી મલ્હોત્રાએ કહ્યું કે તે સ્ક્રીન પર પોલીસની ભૂમિકા નિભાવવાનું સપનું જાેઈ રહી છે. તે હંમેશાં એક પોલીસ અધિકારીના જીવનથી મોહિત થઈ છે. તેણે જણાવ્યું કે, જ્યારે તે બાળપણમાં હતી, ત્યારે તે ઢીંગલીઓને બદલે બંદૂકોથી રમતી હતી. રાણી મુખર્જીએ ‘મર્દાની’ ફિલ્મમાં જેવું ભૂમિકા ભજવી હતી તે મને ખૂબ ગમે છે. વળી, પ્રિયંકા ચોપડાની ફિલ્મ ક્વાન્ટિકોમાં તેની ભૂમિકા ખૂબ પસંદ આવી છે.
માલવી મલ્હોત્રા બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારો સાથે કામ કરવા માંગે છે. તેણે કહ્યું કે, ‘ઇન્ડસ્ટ્રીમાં ઘણો ટેલેન્ટ છે. હું આયુષ્માન ખુરના, વિકી કૌશલ અને રાજકુમાર રાવ જેવા કલાકારો સાથે કામ કરવા માંગુ છું. જ્યાં સુધી દિગ્દર્શકોની વાત છે, હું સંજય લીલા ભણસાલી, અનુભવ સિંહા અને વિશાલ ભારદ્વાજ સાથે કામ કરવા માંગુ છું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/