ખેડૂત આંદોલનનું સમર્થન કરવા પર બ્રિટિશ એક્ટ્રેસ જમીલા જમીલને દુષ્કર્મની ધમકી મળી

જાણીતી બ્રિટિશ એક્ટ્રેસ જમીલા જમીલને ખેડૂતો આંદોલનનું સમર્થન કરવા પર બળાત્કારની ધમકીઓ મળી રહી છે. સામાજીક કાર્યક્ર અને રેડિયો પ્રેસન્ટેટર એવી જમીલાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અનુભવ શેર કર્યો છે. તેને પ્રાઈવેટ મેસેજ કરીને બળાત્કાર અને મોતની ધમકીઓ મળી રહી છે.
જમીલા જ મીલે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ‘છેલ્લાં ઘણાં સમયથી હું ખેડૂત આંદોલનનું સમર્થન કરું છું અને જ્યારે પણ હું સમર્થનમાં કંઈક લખું એટલે મને મોત અને બળાત્કારની ધમકીઓ મળી રહી છે. તમે મને પ્રાઈવેટ મેસેજમાં દબાણ કરી રહ્યા છો પણ એટલું ધ્યાનમાં રાખો કે હું પણ એક માણસ છું અને મારી પણ સહન કરવાની કેટલીક મર્યાદા છે.’
નોંધનયી છે કે, જમીલાના પિતા અલી જમીલ ભારતીય મૂળના છે અને તેની માતા શિરીન જમીનલ પાકિસ્તાની મૂળના છે.
તેણે પોતાની કારકિર્દી ટી૪થી શરૂ કરી હતી જ્યાં તેણે પોપ કલ્ચર સીરીઝમાં ૨૦૦૯થી ૨૦૧૨ સુધી કામ કર્યું હતું.
Recent Comments