આગામી ૨ વર્ષ સુધી ટીમ ઇન્ડિયા રમશે નોનસ્ટોપ ક્રિકેટ, BCCI એ જાહેર કર્યો કાર્યક્રમ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડેઆગામી બે વર્ષો માટે ભારતીય ક્રિકેટ ટીમના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આ કાર્યક્રમે ભારતીય ક્રિકેટ પ્રશંસકોના ચહેરા પર મુસ્કાન લાવી દીધી છે. ઓસ્ટ્રેલિયામાં રમાનાર ૨૦૨૨ વર્લ્ડ કપ સુધી વિરાટ કોહલી એન્ડ કંપની આગામી ૧૫ મહિના સુધી નોનસ્ટોપ ક્રિકેટ રમશે. ગત વર્ષે કોવિડ-૧૯ના કારણે ઘણી શ્રેણી અને ટૂર્નામેન્ટ સ્થગિત થઈ હતી. આ સાથે ૨૦૨૧થી ૨૦૨૩ સુધી ત્રણ અલગ-અલગ વર્લ્ડ કપ રમાશે. ટીમ ઇન્ડિયાના આ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે હેડ કોચ રવિ શાસ્ત્રીએ (ઇટ્ઠદૃૈ જીરટ્ઠજંિૈ)ખેલાડીઓ માટે બ્રેક માંગ્યો છે.
૨૦૨૧ અને ૨૦૨૨માં ભારતીય ક્રિકેટ ટીમનો કાર્યક્રમ આ પ્રકારે છે
એપ્રિલથી મે ૨૦૨૧
ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ (આઈપીએલ-૨૦૨૧)
જૂનથી જુલાઇ -૨૦૨૧
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (જૂન),
ભારત વિ. શ્રીલંકા (૩ વન-ડે, ૫ ટી-૨૦)
એશિયા કપ
ભારત વિ. ઝિમ્બાબ્વે (૩ વન-ડે)
જુલાઇથી સપ્ટેમ્બર ૨૦૨૧
ભારત વિ. ઇંગ્લેન્ડ (૫ ટેસ્ટ)
ઓક્ટોબર ૨૦૨૧
ભારત વિ. દક્ષિણ આફ્રિકા (૩ વન-ડે, ૫ ટી૨૦)
ઓક્ટોબરથી નવેમ્બર ૨૦૨૧
આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપ
નવેમ્બરથી ડિસેમ્બર ૨૦૨૧
ભારત વિ. ન્યૂઝીલેન્ડ (૨ ટેસ્ટ, ૩ ટી૨૦)
ભારત વિ. દક્ષિણ આફ્રિકા (૩ ટેસ્ટ, ૩ ટી૨૦)
૨૦૨૨માં ભારતીય ક્રિકેટ ટીમનો કાર્યક્રમ
જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૨
ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ (૩ વન-ડે, ૩ ટી૨૦)
ભારત વિ. શ્રીલંકા (૩ ટેસ્ટ, ૩ ટી૨૦)
એપ્રિલથી મે ૨૦૨૨
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ ૨૦૨૨)
જૂન ૨૦૨૨
કોઈ શ્રેણી નથી
જુલાઈથી ઓગસ્ટ ૨૦૨૨
ભારત વિ. ઇંગ્લેન્ડ (૩ વન-ડે, ૩ ટી૨૦)
ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ (૩ વન-ડે, ૩ ટી૨૦)
સપ્ટેમ્બર ૨૦૨૨
એશિયા કપ (સ્થળ નક્કી નથી)
ઓક્ટોબરથી નવેમ્બર ૨૦૨૨
આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપ (ઓસ્ટ્રેલિયા)
નવેમ્બરથી ડિસેમ્બર ૨૦૨૨
ભારત વિ. શ્રીલંકા (૫ વન-ડે)
૨૦૨૩માં ભારતીય ક્રિકેટ ટીમનો કાર્યક્રમ
જાન્યુઆરી ૨૦૨૩
ભારત વિ. ન્યૂઝીલેન્ડ (૩ વન-ડે, ૩ ટી૨૦)
ફેબ્રુઆરીથી માર્ચ ૨૦૨૩
ભારત વિ. ઓસ્ટ્રેલિયા (૪ ટેસ્ટ, ૩ વન-ડે, ૩ ટી૨૦)
Recent Comments