સોશિયલ મીડિયા પર વેદિકાની બોલ્ડ તસ્વીરો આગની જેમ વાયરલ થઇ
સાઉથ ઈંડિયન ફિલ્મોની ખ્યાતનામ અભિનેત્રી વેદિકા કુમાર હાલ પોતાની તસ્વીરોને લઈને ખૂબ ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર વેદિકાના બોલ્ડ અવતારના ફોટો વાયરલ થઈ રહ્યા છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. જણાવી દઈએ કે, વેદિકા તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. હાલમાં જ અભિનેત્રીએ કરાવેલા ફોટોશૂટમાં તે બીચ પર ટહેલતી જાેવા મળી હતી. આ ફોટો લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, વેદિકાએ પોતાના કરિયરની શરૂઆત ૨૦૦૬માં તમિલ ફિલ્મ મદ્વાસીથી કરી હતી. વર્ષ ૨૦૧૩માં આવેલી તમિલ ફિલ્મ પરદેશીમાં તેના પાત્રને ખૂબ વખાણવામાં આવ્યુ હતું. આ ફિલ્મમાં વેદિકાએ અંગમ્માની ભૂમિકા નિભાવી હતી. વેદિકાની ફિલ્મ શીવલીન્ગા કન્નડ ઈંડસ્ટ્રીઝની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ હતી. વર્ષ ૨૦૦૯માં વેદિકાએ સનફીસ્ટ સ્વીટ સૌલ્તી બિસ્કીટની જાહેરાત કરી હતી. આ એડમાં તેના સાથે અભિનેતા સૂર્યા પણ જાેડાયો હતો
Recent Comments