fbpx
બોલિવૂડ

ફિલ્મ અનેકના એક્શન સીનને સ્ટીફન રિક્ટર ડિઝાઇન કરશે

આયુષ્માન ખુરાના હાલ નોર્થ ઇસ્ટમાં તેની અપકમિંગ ફિલ્મ ‘અનેક’નું શૂટિંગ કરી રહ્યો છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે. સૂત્રો મારફતે જાણવા મળ્યું કે આ ફિલ્મ માટે સ્ટીફન રિક્ટરને ઓન બોર્ડ લેવામાં આવ્યા છે. સ્ટીફન આ પહેલાં શાહરુખ ખાન અને હોલિવૂડ એક્ટર રયાન રેનોલ્ડ્‌સની ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે. હવે તે ફિલ્મ ‘અનેક’ના એક્શન સીન્સ ડિઝાઇન કરશે.
સ્ટીફને ‘ડોન-૨’માં શાહરુખ ખાન અને ‘ધ હિટમેન્સ બોડીગાર્ડ’માં રાયન રેનોલ્ડ્‌સ માટે એક્શન સિક્વન્સ ડિઝાઇન કર્યા હતા. આટલું જ નહીં અજય દેવગણની ફિલ્મ ‘શિવાય’ના એક્શન સીન્સ પણ તેમણે જ ડિઝાઇન કર્યા હતા. સલમાન ખાનની ફિલ્મ ‘કિક ૨’માં પણ એક્શન કોરિયોગ્રાફી કરી હતી. આયુષ્માન આ વેટરન એક્શન ડિરેક્ટર સાથે મળીને કામ કરવા માટે ઘણો ઉત્સુક છે અને તેણે સેટ પરથી સ્ટીફન સાથેનો એક ફોટો પોસ્ટ કરીને તેના સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કર્યો.

આયુષ્માન કહે છે, ‘અનેક ખરેખર મોટી ફિલ્મ હોવાની સાથે- સાથે મારા કરિયરની પણ સૌથી મોટી ફિલ્મ છે. અનુભવ સિન્હા તેમના વિઝન સાથે દર્શકોને મોટા પડદે અદભુત અનુભવ આપવામાં કોઈ ખામી રાખતા નથી. આ વાત સાચી છે કે સ્ટીફન આ ફિલ્મમાં અમારી સાથે કામ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/