fbpx
બોલિવૂડ

બોલિવુડની મીનાક્ષી શેષાદ્રીનો જન્મદિવસે ચાહકોએ યાદ કરી

મીનાક્ષી તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહી હતી. અભિનેત્રીનું નામ બોલિવૂડ સિંગર કુમાર સાનુ સાથે પણ જાેડાયું હતું. કહેવાય છે કે કુમાર સાનુ પહેલીવાર જુર્મના પ્રીમિયર દરમિયાન મળ્યા હતા. તેને જાેતાં જ તેઓ પોતાનું દિલ ખોઈ બેઠા હતા. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, કુમાર સાનુના છૂટાછેડાનું કારણ મીનાક્ષી હોવાનું માનવામાં આવે છે. આ સિવાય ડાયરેક્ટર રાજ કુમાર સંતોષી પણ મીનાક્ષીને ખૂબ પસંદ કરતા હતા. રાજકુમાર સંતોષે મીનાક્ષી સાથે ફિલ્મ ઘાતકમાં કામ કર્યું હતું. આ સમય દરમિયાન તેમને તે ખૂબ જ ગમી ગઇ હતી. એક ઈન્ટરવ્યુ દરમિયાન રાજ કુમાર સંતોષીએ કહ્યું હતું કે હા, હું તેને પ્રેમ કરતો હતો અને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યુ હતુ. પરંતુ તેણે ના પાડી દીધી હતી. ૧૯૯૫ માં, મીનાક્ષીએ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હરીશ મૈસૂર સાથે લગ્ન કર્યા અને યુએસના શહેર ટેક્સાસમાં સ્થાયી થયા. અભિનેત્રીને બે બાળકો છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સ સાથે તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. અભિનેત્રી ટેક્સાસમાં ડાન્સ સ્કૂલ ચલાવે છે. અહીં દરેક ઉંમરના લોકો ડાન્સ શીખવા આવે છે.બોલિવૂડમાં ૮૦-૯૦ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીનો આજે જન્મદિવસ છે. અભિનેત્રીએ પોતાના ફિલ્મી કરિયરમાં એકથી એક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. મીનાક્ષી શેષાદ્રીએ ઘણી હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રીએ ૧૭ વર્ષની ઉંમરે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. મીનાક્ષીએ ફિલ્મ ‘પેઈન્ટરબાબુ’થી ડેબ્યુ કર્યું હતું. પરંતુ તેમના કામને ઓળખ ફિલ્મ ‘હીરો’થી મળી. આ ફિલ્મ સુપરહિટ થઈ અને મીનાક્ષી રાતોરાત સ્ટાર બની ગઈ. આ ફિલ્મમાં મીનાક્ષી સાથે જેકી શ્રોફ હતો. અભિનેત્રીએ આંધી તુફાન, મેરી જંગ, દિલાવલે, પરિવાર, શહશાહ, આવરગી, જુર્મ, ઘર હો તો ઐસા, ઘાયલ, દામિની, ઘાતક જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ઘાતક બાદ અભિનેત્રીએ ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું અને હાલમાં તે પોતાના પતિ સાથે અમેરિકામાં રહે છે. અભિનેત્રીનું સાચું નામ શશિકલા શેષાદ્રી છે. તે ભરતનાટ્યમ, કુચીપુડી, કથક અને ઓડિસીમાં પ્રશિક્ષિત નૃત્યાંગના છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/