fbpx
બોલિવૂડ

ટેલિવિઝનની ઘણી સિરીયલો ચાહકોને આગળ શું આવશે તે જાેવા તાલાવેલી

સીરિયલ અનુપમા, યે રિશ્તા ક્યાં કહેલાતા હે, નાગિન-૬, ઈમલી અને ગુમ હે કિસી કે પ્યાર મે, ઉડારિયા અને કુંડલી ભાગ્ય જેવા ટીવી શોમાં આ ટિ્‌વસ્ટ અને ટર્ન્સ જાેવા જેવા છે. ઘણાં લોકોને સિરિયલમાં આવતા એપિસોડમાં શું આવશે કે ગયા એપિસોડમાં શું આવ્યું હતું એ જાેવાની તાલાવેલી હોય છે. અને એજ વસ્તુ તમને સિરિયલ અને એના કથાનક સાથે પકડી રાખે છે. ત્યારે આ ટીવીના પડદા પર છવાયેલી આ સિરિયલો પણ હાલ ચર્ચામાં છે. ટીવી સીરિયલ્સ સતત એખબીજાને ્‌ઇઁ લિસ્ટમાં ટક્કર આપી રહ્યા છે. આગામી સમયમાં પણ ટીવીના શોમાંજબરજસ્ત હંગામો થવાનો છે. મેકર્સે આગામી સમયમાં પણ ફેન્સને એન્ટરટેઈન કરવાની પૂરી તૈયારી કરી લીધી છે.

એક બાજુ અનુપમાનાં નવા ઘરમાં જતાની સાથે જ બબાલ થઈ જાય છે. બીજીબાજુ પ્રીતા ઈમલી, પ્રથા અને સઈની જિંદગીમાં પણ નવી પરેશાની દસ્તક આપવાની છે. બધુ ટોટલ કરીને જાેવા જઈએ તો, યે રિશ્તા ક્યા કહેલાતા હે, ઉડારિયા, કુંડલી ભાગ્ય, ઈમલી, નાગિન-૬ જેવા શોમાં ઘણાં ફેરફાર આવવાનાં છે. સીરિયલ અનુપમામાં અનુપમા પોતાના નવા ઘરમાં બરખા સાથે ઝઘડી પડે છે એ સીન તો તમે જાેયો હશે. આ દરમિયાન બરખા બાપૂજીનું અપમાન કરે છે. બાપૂજીનું અપમાન જાેઈને વનરાજનો પારો સાતમાં આસમાને પહોંચી જાય છે. પણ એના પછી શું થવાનું છે એ જાેવા માટે તમારે હવે વધારે રાહ નહી જાેવી પડે. કુંડલી ભાગ્યમાં પ્રીતા અને ઋષભ લગ્ન જાેવા મળ્યાં. લીપ બાદ પ્રીતાની મુલાકાત અર્જુન નામનાં છોકરા સાથે થઈ.

ટીવી સીરિયલમાં અર્જુન પ્રીતાની છોકરીનું કિડનેપ કરે છે. એના પછી તુરંત જ કહાનીમાં એક નવો મોડ આવશે. યે રિશ્તા ક્યા કહેલાતા હે સીરિયલમાં મહિમા, મંજરી અને હર્ષવર્ધનનાં ડિવોર્સની કહાની પર આ વાર્તા એક મોટો પોઝ લે છે. આગળ જતાં પણ અભિમન્યુનાં કારણે ઘરમાં એક નવી લડાઈ શરૂ થશે. તો ફરી એકવાર અક્ષરા આખી બબાલમાં સસરાનો સાથ આપતી જાેવા મળશે. સીરિયલ ઈમલીમાં સુંદર ઈમલીની મદદ કરે છે. એટલું જ નહીં કૈરી બનેલી ઈમલી સુંદરને પોતાના પ્લાનમાં શામેલ કરે છે. જેના કારણે આર્યન નહીં જાણી શકે કે કૈરી જ ઈમલી છે.

સિરીયલ ગુમ હે કિસી કે પ્યાર મેંની કહાની સમ્રાટની મોત બાદ પાખી વિરાટને હાંસિલ કરવાનાં પ્રયત્ન કરે છે. પાખી, વિરાટ અને સઈનાં ઝઘડાનો ફાયદો ઉઠાવશે. બીજીબાજુ પાખીની સાસુ ચૌહાણ હાઉસ છોડીને વૃદ્ધાશ્રમ જતી રહે છે. અને એના પછી ફરી સિરિયલમાં આવે છે એક રોચક મોડ. સીરિયલ ઉડારિયામાં અપકમિંગ એપિસોડમાં જાેવા મળશે કે તેજાે અને ફતેહ મહિનાઓ પછી આમને-સામને થાય છે. તેજાેની વાપસી થતા જેસ્મિનનાં આખા પ્લાન પર પાણી ફરી વળે છે. એના પછીનો સીન પણ જાેવા જેવો છે. નાગિન-૬ના આગામી એપિસોડમાં પ્રથા પોતાની બહેન પાસેથી શક્તિ છીનવી લેશે. જ્યારબાદ પ્રથા એક દાનવનો સામનો કરશે. ઉર્વશી પણ પ્રથા માટે માથાનો દુઃખાવો સાબિત થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/