fbpx
બોલિવૂડ

કોફી વિથ કરણ વિવાદને મળી આખરે રાહત

વિવાદ સર્જવામાં કોફી વિથ કરણ ચેટ શો બિગ બોસને પણ ટક્કર આપે તેમ છે. કરણ સાથે કોફી પીવા બેઠેલા અનેક સ્લેબ્સ અત્યારસુધી તેમના સ્ટેટમેન્ટને કારણે વિવાદ સર્જી ચૂક્યા છે અથવા તો ટ્રોલિંગનો ભોગ બની ચૂક્યા છે. આવી જ એક ઘટના, કોફી વિથ કરણ સીઝન ૬માં બની હતી. આ સીઝનમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ કરણના ગેસ્ટ બન્યા હતા અને તે સમયે તેમણે મહિલાઓ વિશે કરેલી કોમેન્ટનો મુદ્દો ખૂબ જ ચગ્યો હતો અને તેના કારણે મ્ઝ્રઝ્રૈં એ પણ તેમની કોમેન્ટ્‌સને ધ્યાનમાં લઈને બંને ક્રિકેટર્સ સામે શિક્ષાત્મક પગલાં લીધા હતા.

એપિસોડમાં તેમના વાંધાજનક શબ્દોનો વિરોધ દર્શાવવા માટે ત્રણ વર્ષ પહેલા આ ત્રણેય સેલેબ્સ સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને તેમની સામે આકરા પગલાં લેવાય તેવી માંગ ઉઠી હતી પરંતુ કોર્ટે ત્રણેયને રાહત આપી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં કરણ જાેહર, હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલને આ કેસમાં જાેધપુર હાઈ કોર્ટે રાહત આપી છે. ડૉ. મેઘવાલ દ્વારા ત્રણ વર્ષ પહેલા જાેધપુરના લૂની પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય સેલેબ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને કોર્ટે ત્રણેય સામેની ફરિયાદ સાંભળ્યા બાદ તેમને નિર્દોષ જાહેર કર્યા છે.

આ ચેટ શો દરમિયાન રિલેશનશીપ પર પૂછાયેલા સવાલ પર કે એલ રાહુલે ખૂબ જ સમજી વિચારીને જવાબ આપ્યો હતો પરંતુ બીજી તરફ ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વટાણા વેર્યા હતા અને તેણે મહિલાઓના મામલે તેના શોખીન મિજાજ વિશે અને પેરેન્ટ્‌સ સાથે ખુલીને વાત કરવા અંગે અનેક આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે તેની સાથે બિચારો રાહુલ પણ દંડાયો હતો અને ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ રમવા પહોંચેલા આ બંનેને મ્ઝ્રઝ્રૈં એ પરત બોલાવી દીધા હતા અને ભવિષ્યમાં આવા સ્ટેટમેન્ટ આપવાથી દૂર રહેવાની આકરી ટકોર કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/