fbpx
બોલિવૂડ

રિતિક રોશને ડોક્ટરે કહેલી વાતને ખોટી સાબિત કરી

રિતિક રોશન તેની આગામી ફિલ્મ ‘વિક્રમ વેધા’ ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. રિતિકની લાસ્ટ રિલીઝ ફિલ્મ ‘વોર’ સુપર હિટ રહી હતી. રિતિક ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલી તેની ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના એક સોન્ગના રિલીઝ માટે રિતિક મુંબઈના બાંદ્રા સ્થિત ગેઈટી ગેલેક્સી થિયેટર પહોંચ્યો હતો અને તેણે મીડિયા સાથે વાતચીત કરી હતી. કરિયર વિશે વાત કરતા રિતિક કહ્યું હતું કે, મારી પહેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ પહેલા ડોક્ટરે મને કહ્યું હતું કે, હું ડાન્સ અને એક્શન સિક્વન્સ પરફોર્મ નહીં કરી શકું અને મારે તેનાથી દૂર રહેવું જાેઈએ. પહેલી વારમાં તો મને આ વાત સાંભળીને જરા અજુગતું લાગ્યું હતું પરંતુ મેં હિંમત હારવાના બદલે મારું કામ ચાલુ રાખ્યું હતું.

મેં મારી હેલ્થ અને ફિટનેસ પર ફોકસ ચાલુ રાખ્યું અને પહેલી જ ફિલ્મમાં મારા ડાન્સના ખૂબ જ વખાણ થયા હતા. લોકોએ મને મારા કરિયર દરમિયાન ખૂબ જ પ્રેમ આપ્યો છે અને એમાં પણ પહેલી જ ફિલ્મથી મેં સફળતાનો સ્વાદ ચાખી લીધો હતો. આ સાથે જ તેણે ઉમેર્યું હતું કે, ઇન્ડસ્ટ્રીમાં મેં ૨૧ વર્ષ પૂર્ણ કર્યા છે અને આ દરમિયાન મેં ૨૫ ફિલ્મમાં અભિનય કર્યો છે. એક્શન હોય કે ડાન્સ મને લાગે છે કે, આ બંને લેવલ પર હું બરાબર હતો. હજુ પણ હું મારી ફિટનેસને લઈને સુપર એક્ટિવ છું. કરિયરમાં મેં વિવિધ જાેનર અને  અલગ-અલગ પાત્ર ભજવવાની કોશિશ કરી છે અને લોકોએ મને મોટાભાગે દરેક પાત્રમાં વધાવી લીધો છે. જેના માટે હું મારા ફેન્સનો આભારી છું. ફિલ્મ ‘વિક્રમ વેધા’ માં પ્રિતીક રીતીક વિલનનું પાત્ર નિભાવી રહ્યો છે .

તેની સામે સૈફ અલી ખાન  પોલીસ ઓફિસરના પાત્રમાં બાથ ભીડાવતો નજર પડશે. આ એક્શન-ડ્રામા ફિલ્મ સાઉથ ઇન્ડિયન ફિલ્મની ઓફિશિયલ રિમેક છે. આ ઉપરાંત, આગામી સમયમાં રિતિક ‘ફાઈટર’, ‘વોર ટુ’, અને તેની હોમ પ્રોડક્શન સુપર હીરો ફિલ્મ હીરો ફિલ્મ ‘ક્રિશ ૪’ માં નજર આવશે. છેલ્લા કેટલાક વર્ષોથી તેના પિતા રાકેશ રોશન બાળકોના ફેવરિટ ફિલ્મ સિરીઝ ની આગામી ફિલ્મ ‘ક્રિશ ૪’ ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે અને તેને યુનિક અંદાજમાં દર્શકો સમક્ષ રજૂ કરવાની તૈયારી થઈ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/