fbpx
બોલિવૂડ

લસ્ટની સ્ટોરી પણ સમય સાથે બદલાય છે:કાજાેલ દેવગણ

ફિલ્મોના વિકલ્પ તરીકે ઊભરી રહેલા ઓટીટી પ્લેટફોર્મ પર ઘણી વેબ સિરીઝમાં બોલ્ડ સીન અને ડાયલોગ્સ હોય છે. ઘરના ડ્રોઈંગ રૂમમાં બેસીને ફેમિલી સાથે જાેવામાં સંકોચ અને શરમનો અનુભવ થાય તેવી વેબ સિરીઝ બની રહી છે. અનેક વેબ સિરીઝ ફેમિલી એન્ટરટેઈનરની કેટેગરીમાં આવતી નથી. વેબ સિરીઝ લસ્ટ સ્ટોરીઝ ૨ને ફેમિલી એન્ટરટેઈનર સાબિત કરવા માટે તમન્ના ભાટિયા બાદ હવે કાજાેલે પણ કમર કસી છે. કાજાેલે સમાજમાં આવી રહેલા ફેરફારની સાથે લસ્ટ (કામવાસના)ની સ્ટોરી પણ બદલાય છે અને તેમાં કંઈ ખોટું નથી. સેક્સ ડિઝાયર અને લવની આસપાસ લસ્ટ સ્ટોરીઝ ૨ ફરી રહી છે. કાજાેલની પોતાની એક્ટિંગ કરિયર ત્રણ દાયકાની છે.

કાજાેલે પોતાના અનુભવ અને સમજના આધારે લસ્ટ સ્ટોરીઝ ૨ની તરફેણ કરતાં કહ્યું હતું કે, અગાઉના સમયમાં બે ફૂલોને એકબીજાની નજીક બતાવીને કામવાસના (લસ્ટ) દર્શાવાતી હતી. ત્યારબાદના સીનમાં એક્ટ્રેસ પ્રેગનન્ટ જાેવા મળતી હતી. તે સમયનો સમાજ અલગ હતો. હવે કોઈ પોતાના પ્રેમી પાત્ર માટે મરી જવાનું પસંદ ના કરે. તું નહીં તો ઔર સહી માનીને આગળ વધવાનું વલણ છે. જીવનમાં એક કરતાં વધારે સાથીદારો આજની વાસ્તવિકતા બન્યાં છે. તેથી લવ સ્ટોરીઝ પણ અલગ પ્રકારની હોય છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં મહિલાઓના આનંદ વિષે મુક્ત ચર્ચા થતી હતી. વચ્ચે આપણે સંકુચિત થવા માંડ્યા, પરંતુ આ પાણી-ખોરાકની જેમ આ પણ જરૂરિયાત છે અને તેથી તેની ચર્ચા થાય તો કશું ખોટું નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/