fbpx
બોલિવૂડ

જવાન ફિલ્મે ૧૨૮ કરોડથી વધુનું કલેક્શન મેળવી લીધું

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનને રિલીઝના પહેલા દિવસે જ રૂ.૧૦૦ કરોડથી વધુનું વર્લ્ડવાઈડ કલેક્શન મળી ચૂક્યું છે. ઓપનિંગ ડે પર આ રેકોર્ડ બનાવનારી પહેલી હિન્દી ફિલ્મ તરીકે જવાને સ્થાન મેળવ્યું છે, જાે કે ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો બાહુબલિ ૨નો રેકોર્ડ હજુ અકબંધ છે. શાહરૂખ અને એટલીની જવાને પહેલા દિવસે ઈન્ડિયન બોક્સઓફિસ પર રૂ.૯૦ કરોડ અને વર્લ્ડવાઈડ રૂ.૧૨૮ કરોડથી વધુનું કલેક્શન મેળવી લીધું છે અને આ સાથે સૌથી વધુ કલેક્શન મેળવનારી હિન્દી ફિલ્મ બની છે. ભારતીય ફિલ્મો અને વર્લ્ડવાઈડ બોક્સઓફિસ કલેક્શનની દૃષ્ટિએ ઓપનિંગ ડે પર ૧૦૦ કરોડનું કલેક્શન મેળવનારી સાતમી ફિલ્મ જવાન છે. સંજાેગવશાત હિન્દી સિનેમાની બે ફિલ્મો આ લિસ્ટમાં છે અને આ બંને શાહરૂખની છે.

શાહરૂખની કમબેક ફિલ્મ પઠાણ અન ત્યારબાદ આવેલી જવાને ભારત ઉપરાંત દુનિયાભરમાં ઉત્સુકતા જગાવી છે. રિલીઝના પહેલા દિવસે રૂ.૧૦૦ કરોડનું કલેક્શન મેળવનારી પહેલી ફિલ્મ બાહુબલિ ૨ હતી. ૨૦૧૭માં રિલીઝ થયેલી બાહુબલિએ ઓપનિંગ ડે પર રૂ.૨૦૧ કરોડનું વર્લ્ડવાઈડ કલેક્શન મેળવ્યુ હતું. ત્યારબાદ બીજા ક્રમે રૂ.૧૯૦ કરોડના કલેક્શન સાથે ઇઇઇ આવે છે. યશની ફિલ્મ દ્ભય્હ્લ ૨ને ૧૬૨ કરોડ મળ્યા હતા. શાહરૂખની અગાઉની ફિલ્મ પઠાણ કરતાં પણ વધુ કલેક્શન જવાનને મળ્યું છે. કંગના રણોત, વરુણ ધવન, આલિયા, કરણ જાેહર, રાજામૌલિ, મહેશબાબુ સહિત બોલિવૂડ અને સાઉથની અનેક સેલિબ્રિટીઝે પહેલા દિવસે જવાનને મળેલી સફળતાને બિરદાવી છે. શાહરૂખ અને ટીમની પ્રમોશન સ્ટ્રેટેજી અને અફલાતૂન એક્શનના કારણે જવાનને પહેલા વીકેન્ડમાં જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો છે. જવાનના આગમન સાથે જ સની દેઓલની ગદર ૨ ધીમી પડી છે. થીયેટર સ્ક્રિન્સમાં ગદર ૨નું સ્થાન જવાને મેળવી હતી. જવાનની સફળતાને આગળ ધપાવવામાં માઉથ પબ્લિસિટી કેટલો ભાગ ભજવે છે તે જાેવું રહ્યું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/