fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા.૧૨-૦૬-૨૦૨૩ થી તા.૧૭-૦૬-૨૦૨૩ સુધીનું રાશીફળ

મેષ :- લાભ સ્થાનમાંથી વ્યય ભુવનમાં આવી રહેલ ચંદ્ર સપ્તાહના પ્રારંભમાં આકસ્મિક પ્રવાસ કે મુસાફરી આપનાર, નાણાકીય વ્યય વધારનાર બને, સૂર્યનું બીજે આગમન તમારા માટે પરદેશથી ઉઅત્તમ તક લાવનાર બની શકે.
બહેનો :- બીજ જરૂરી ખર્ચ, ખરીદી થાય, આરોગ્ય બાબત સંભાળવું.

વૃષભ :- લાભ સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સપ્તાહના પ્રારંભથી રહેતા સામજિક અને સેવાકીય સંસ્થાઓથી લાભ પ્રાપ્ત થાય, નાણાકીય રીતે સારા કાર્ય થાય, સૂર્યનું બીજે ભ્રમણ જતા માનસિક શાંતિનો અનુભવ, કૌટુંબિક કાર્ય પુરા થાય.
બહેનો :- સખી, સહેલી, મિત્ર વર્ગથી શુભ સમાચાર પ્રસન્ન્તા આપે.

મિથુન :- દશમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા નોકરી, ધંધો, ઉદ્યોગમાં તમારા દરેક પ્રયત્નો સફળતા આપતા જોવા મળે, વડીલોનો સાથ સહકાર મળે, સૂર્યનું આપની રાશિમાં ભ્રમણ એક નવી ઉર્જા અને વિશ્વાસ આપનાર બને.
બહેનો :- ગૃહ ઉદ્યોગના ધંધામાં નાણાકીય રીતે સ્થિતિ સારી બને.

કર્ક :- ભાગ્ય સ્થાનમાં સપ્તાહના પ્રારંભમાં ચંદ્રનું ભ્રમણ રહેતા ભાગ્યોદય માટેનાં પ્રયત્નો સફળતાના શિખરો સુધી પહોચાડે, નવી દિશા પ્રાપ્ત થાય, સૂર્યનું બારમે ભ્રમણ વડીલો માટે ખાસ સમય ફાળવવો પડે, પ્રવાસ થાય.
બહેનો :- ધાર્મિક યાત્રા, પ્રવાસ કે ધર્મ કાર્યની ઈચ્છા પૂરી થાય.

સિંહ :- આઠમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ વિચારોમાં અસમાનતા અને નિર્ણયો લેવામાં મુશ્કેલીનો અનુભવ થાય, પારિવારિક જીવનમાં થોડી ગડમથલ જોવા મળે, સૂર્યનું લાભ સ્થાને ભ્રમણ અનેક પ્રકારના લાભ આપે.
બહેનો :- વાહન ચલાવવામાં મનની સ્થિતિ શાંત રાખવી.

કન્યા :- સાતમાં ભુવનમાં ચંદ્ર શુક્રની રાશિમાં રહેતા દામ્પત્ય જીવનમાં પ્રસન્નતા અને નવી ઉર્જા આપનાર, ભાગીદારીમાં અટવાયેલા નિર્ણયો પુરા કરાવનાર બને, સૂર્યનું દશમાં સ્થાને આગમન સરકારી કાર્યમાં સફળતા અને યશ મળે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે સારી વાતચીત આગળ વધે, ગૃહિણીને સારું રહે.

તુલા :- છઠ્ઠા ભુવનમાં ચંદ્રનું આગમન મોસાળ પક્ષમાં અચાનક પ્રસંગો ચિત જવાનું થાય, આરોગ્ય બાબત પૂર્ણ કાળજી લેશો તો આરોગ્ય ખુબ સારું રહી શકે, સૂર્યનું ભાગ્ય ભુવનમાં આગમન વડીલોના આશીર્વાદથી ભાગ્યોદય થાય.
બહેનો :- પ્રવાસ, મુસાફરી અને દરેક કાર્યમાં ધીરજ રાખવી જરુરી.

વૃશ્ચિક :- પાંચમાં સ્થાને ચંદ્ર શિક્ષણ જગત અને શૈક્ષણિક લાયકાત, આ બંનેથી સારા લાભની શક્યતાઓ વધે, જુના, નવા મિત્રોને મળવાનો આનંદ રહે, સૂર્યનું આઠમા સ્થાને ભ્રમણ પત્નીના સ્થાવર મિલકતના પ્રશ્નો લાવી શકે.
બહેનો :- સંતાનોના શિક્ષણની જવાબદારીઓમાં વધારો થાય.

ધન :- ચોથા સ્થાનમાં ચંદ્ર સ્થાવર મિલકત, જમીન, મકાનને લગતા કાર્યમાં વ્યસ્ત રહેવાનું થાય, પિતૃપક્ષે સારા પ્રસંગો કે કાર્યોનું આયોજન કરવાનું થાય, સૂર્યનું સાતમે ભ્રમણ રહેતા દામ્પત્ય અને ભાગીદારીમાં સાંભળી નિર્ણયો કરવા.
બહેનો :- માતૃપક્ષેથી શુભ સમાચાર આનંદમાં વધારો કરી શકે.

મકર :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા ધર્મ પ્રત્યેની તમારી શ્રદ્ધામાં ખુબ જ સારો વધારો થાય, આત્મ વિશ્વાસ વધતા ધાર્યા કાર્યમાં ઝંપલાવી શકો, સૂર્યનું છઠ્ઠે ભ્રમણ કોર્ટ, કચેરીના કાર્યમાં તમારો વિજય નિશ્ચિત કરાવી શકે.
બહેનો :- ભાઈ, ભાંડુનું સુખ વધે, સાહસવૃતિમાં વધારો થાય.

કુંભ :- બીજા સ્થાનમાં ચંદ્રનું આપની રાશિમાંથી ભ્રમણ આવકમાં વધારો કરે, પારિવારિક જીવનમાં શાંતિનું વાતાવરણ બનાવવામાં પ્રયત્નો સફળ થાય, સૂર્યનું પાંચમેં ભ્રમણ જુના મિત્રોની અચાનક મુલાકાત આનંદ આપનાર બને.
બહેનો :- પરિવારમાં તમારું ધાર્યું કાર્ય થતા આનંદ રહે.

મીન :- આપની રાશિમાં ચંદ્ર પ્રસન્ન દામ્પત્ય જીવન, ભાગીદારીમાં અગત્યના નિર્ણયો અને શ્રેષ્ઠ ધાર્મિક વિચારધારા આપનાર મનની સ્થિતિ સારી અને સૂર્યનું ચોથા સ્થાને ભ્રમણ સ્થાવર મિલકત, રાજકીય ક્ષેત્રથી લાભ રહે.
બહેનો :- પતિ પત્નીના સંબંધો મજબુત બને, પ્રસન્ન ચિતથી કાર્ય થાય.

વાસ્તુ:- આરોગ્યની કાયમી નાની મોટી ફરિયાદ રહેતી હોય તો દર રવિવારે આદિત્ય હદય સ્ત્રોતનો પાઠ કરવાથી ખુબ જ સારો ફાયદો થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/