રાજ્યમાં હવે ટ્રાફિક દંડ વાહન માલિક પાસેથી નહીં પરંતુ ચાલક પાસેથી વસુલાશે
રાજ્ય સરકારે મોટર વાહન અધિનિયમ હેઠળ નક્કી કરેલા ટ્રાફિક ગુનામાં વસૂલાતના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ટ્રાફિક ગુના માટે માત્ર જવાબદાર હોય તે વ્યક્તિ પાસેથી જ દંડ વસૂલ કરવાનો ર્નિણય કર્યો છે. આ પહેલા ટ્રાફિક ગુનાઓમાં દંડની વસૂલાત વખતે ડ્રાયવર, કંડક્ટર, વાહન માલિક કે પેસેન્જર પાસેથી ડબલ દંડ વસૂલાતો હતો હવે જવાબદાર વ્યક્તિ પાસેથી દંડ વસૂલાશે. માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને આરટીઓ સંબંધિત કામગીરીઓમાં સરળતા લાવવા ભારત સરકારના મોટર વ્હીકલ્સ એક્ટ પ્રમાણે મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮માં સુધારા કરવામાં આવ્યા છે.
જેમાં સુધારા કરવા માટે ગુજરાત સરકારે પણ અનેક પગલા લીધા છે. જેમા લોકોને બિન જરૂરી પરેશાની ન થાય તેને ધ્યાને લેવામાં આવ્યું છે. નવા કાયદાના અમલીકરણના અનુસંધાને ટ્રાફિક ગુનાઓમાં સ્થળ, દંડ ફીના સરળ દરો અમલી બનાવ્યા છે. ટ્રાફિક ગુનાઓમાં ખરેખર જવાબદાર ડ્રાઇવર, માલિક તે વાહન સંબંધિત જવાબદારીઓ કાયદાકીય જાેગવાઇઓ પ્રમાણે ગૂંચવાડા ન થાય તે હેતુથી ટ્રાફિક ગુનાઓ માટે ખરેખર જવાબદાર વ્યક્તિ પાસેથી દંડ વસૂલવામાં આવશે. એટલે કે વાહન ચલાવતા વ્યક્તિ પાસેથી જ દંડ વસૂલવામાં આવશે.
આ નિયમની અમલવારી પ્રમાણે, અમુસ જાેગવાઇઓ સિવાય મોટાભાગના ગુનાઓ માટે વાહનમાલિક, ડ્રાઇવર, કંડક્ટર કે પેસેન્જર પાસેથી ડબલ દંડના બદલે ગુના માટે જવાબદાર વ્યક્તિ પાસેથી દંડ વસુલવામાં આવશે. આ ર્નિણયથી જાહેર જનતાની ટ્રાફિક અંગેની સભાનતા વધશે અને દંડની વસુલાતમાં પારદર્શિતા આવશે.
Recent Comments