fbpx
ગુજરાત

પ્રેમિકા સાથે ફરી રહેલા પતિને પત્ની જાેઈ જતા પતિએ આપી મારી નાખવાની ધમકી

શહેરના સાબરમતી વિસ્તારમાં પતિ-પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલાએ પોતાના પતિને તેની પ્રેમિકા સાથે બાઇક પર જતા પકડી પાડ્યો હતો. પત્નીએ પતિની બાઇક રસ્તા વચ્ચે જ રોકાવી હતી અને જાહેરમાં જ જાેવા જેવી થઈ હતી. આ દરમિયાન પતિએ પત્નીને ધક્કો માર્યો હતો તો પતિ સાથે રહેલી પ્રેમિકાએ મહિલાને લાત મારી હતી. સાથે જ પતિએ જતાં જતાં એવી ધમકી આપી હતી કે જાે આ મામલે ફરિયાદ કરીશે તો જીવથી મારી નાખીશે. આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને વધારે તપાસ શરૂ કરી છે. સાબરમતી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ આપી છે કે ગઇકાલે તે તેના દીકરાની દવા લેવા માટે મેડિકલ સ્ટોર ખાતે ગઈ હતી. દવા લઈને પરત ફરી રહી હતી ત્યારે તેનો પતિ તેની પ્રેમિકા સાથે મોટર સાઈકલ પર જઈ રહ્યો હતો. ફરિયાદી મહિલાએ બૂમ પાડીને બંનેને રોક્યા હતા.

જેથી તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલા સાથે ઝઘડો કરી ગાળો બોલવા લાગ્યો હતો. મહિલા તેના પતિને પકડવા જતાં તેણે તેણીને ધક્કો માર્યો હતો. જ્યારે પ્રેમિકાએ ફરિયાદી મહિલાને લાત મારી હતી. જેથી મહિલા નીચે પડી ગઈ હતી. ત્યાંથી જતાં જતાં મહિલાના પતિએ ધમકી આપી હતી કે આ મામલે ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ. આ મામલે મહિલાએ તેના ભાઈને જાણ કરતા બંને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં મહિલાએ તેના પતિ અને પ્રેમિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે. શહેરના બીજા એક બનાવમાં અમદાવાદ ખાતે રહેતી ૩૦ વર્ષીય યુવતીના ચાલાક પતિને તેની ચાલાકી ભારે પડી છે.

યુવતીએ વર્ષ ૨૦૧૮માં પરિવારથી વિરુદ્ધ જઈને પ્રેમી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. બાદમાં પતિ રાજકોટ નોકરીએ જતો અને અઠવાડિયાની જગ્યાએ પંદર દિવસે ઘરે આવતો હતો. જેથી ઘરમાં ઝઘડા થતા હતા. પતિએ ચાલાકી વાપરી આ ઝઘડા તેની માતાને કારણે થાય છે તેમ કહી પત્નીને પિયર મોકલી દીધી હતી. પિયરમાંથી પત્નીને તેડી ન જઈ અલગ અલગ બહાના બનાવતા પત્નીને દાળમાં કંઈક કાળું હોવાની ગંધ આવી હતી. જેથી તેણીએ પતિનું ઇ-મેઈલ આઈડી તપાસતા તેમાંથી અન્ય સ્ત્રી સાથેના ફોટો મળી આવ્યા હતા. જે બાદમાં પતિ-પત્ની ઔર વોનો કિસ્સો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/