fbpx
ગુજરાત

હોસ્ટેલમાં એસઓપીનું પાલન કરવાનું રહેશેરાજ્યભરમાં સોમવારથી કોલેજાેમાં પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય કરાશે શરૂ

રાજ્યમાં ૮ ફેબ્રુઆરીથી કોલેજમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરવામાં આવશે

કોરોના સંકટના કારણે રાજ્યની શાળા અને કોલેજાે બંધ હતી. પરંતુ હવે કોરોનાના કેસમાં સતત નોંધપાત્ર ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેને લઇને શાળા અને કોલેજાે ફરી શરૂ થઇ રહી છે. ત્યારે હવે કોલેજમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરાશે. જાેકે શાળા-કોલેજાેમાં કોવિડ ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. રાજ્ય સરકારે મહત્વનો ર્નિણય લીધો છે. રાજ્યમાં ૮ ફેબ્રુઆરીથી કોલેજમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. તો સાથે હોસ્ટેલમાં પણ એસઓપીનું પાલન કરવાનું રહેશે. હોસ્ટેલના એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓ સાથે નહીં રહી શકે.
૧ ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ-૯ અને ૧૧ના વર્ગ શરૂ કરાયા હતા. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત રાજ્યની શાળાઓમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન કરી વર્ગ શરૂ કરાયા હતા. જેમાં બાળકોની સુરક્ષાને લઇને પણ ખાસ ધ્યાન રખાઇ રહ્યું છે. ધોરણ-૯ના અંદાજે ૯થી ૧૦ લાખ અને ધોરણ ૧૧ના અંદાજે ૬ લાખ જેટલા વિદ્યાર્થીઓ છે. અગાઉ ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસ શરૂ કરવા મંજૂરી અપાઇ છે. જાેકે ધોરણ ૬થી ૮ના વર્ગો શરૂ કરવા માટે વિચારણા ચાલુ છે.
તમામ સ્કૂલો બંધ હતી. પરંતુ હવે કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેને લઇ સ્કૂલો ફરી શરૂ થઇ રહી છે. સ્કૂલોએ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું . સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપીને પ્રવેશ આપવાનો રહેશે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે જાે વર્ગખંડ નાનો પડે તો લાઈબ્રેરી કે લેબોરેટરીનો પણ ઉપયોગ કરી શકાય છે.

હોસ્ટેલ અંગેની SOP જાહેર કરવામાં આવી

 • હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રિનિંગ સુનિશ્ચિત કરવાનું રહેશે
 • જમવાના રૂમમાં/કિચનમાં પૂરેપૂરી સ્વચ્છતા જાળવવાની રહેશે.
 • વધારે ભીડને ટાળીને. નાના સમૂહોમાં ભોજન પીરસવું જાેઇશે. વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે રૂમમાં ભોજનની વ્યવસ્થા સરળ અને વિનાવિલંબે ઉપલબ્ધ થઇ શકે તે રીતે ગોઠવણ કરવાની રહેશે.
 • હોસ્ટેલના કેમ્પસમાં કોઇ ભીડ ન થાય તે રીતે આયોજન કરવાનું રહેશે અને તે માટે વિદ્યાર્થીઓની સંખ્યાને યોગ્ય રીતે મર્યાદિત કરવાની રહેશે. આ માટે વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવવાના રહેશે.
 • વિદ્યાર્થીઓ હોસ્ટેલ કેમ્પસમાં સ્વયં-શિસ્ત અને કોવિડ સંબંધિત કાળજીભર્યા વર્તનનું પાલન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
 • વિદ્યાર્થીઓએ નિયમિત અને યોગ્ય રીતે હાથની સ્વચ્છતા જાળવવી, સામાજિક અંતર જાળવવું, આંખ, નાક અને મોંને સ્પર્શ કરવાનું ટાળવું, હંમેશા ફેસ માસ્ક પહેરવુંનું પાલન કરવાનું રહેશે.
 • હોસ્ટેલના દરેક ફલોર પર સેનિટાઇઝર આપવાના રહેશે તથા વિદ્યાર્થીઓ/સ્ટાફ સાથે વસ્તુઓની આપ-લે કર્યા પછી, દિવાલો, દરવાજા, દરવાજાના હેન્ડલ, સીડીની રેલીંગ, સ્વીચો વગેરે જેવી સપાટીઓને સ્પર્શ કર્યા પછી સેનિટાઇઝરનો ઉપયોગ કરવો હિતાવહ છે.કોવિડથી સાવચેતીના ભાગ રૂપે સ્વ-શિસ્તની બાબત તરીકે વોશરૂમનો ઉપયોગ કરતી વખતે પણ સામાજિક અંતરનાં ધોરણોનું પાલન અપેક્ષિત છે.કોરિડોરમાં સામાજિક અંતર જાળવવું જાેઇએ, કોઇ વિદ્યાર્થીઓના મેળાવડાની મંજૂરી આપી શકાશે નહી.
 • હોસ્ટેલ બિલ્ડીંગના કોઇપણ ભાગમાં ભેગા થવાની મંજૂરી આપવાની નથી અને વિદ્યાર્થીઓએ પણ ગ્રુપમાં મળવાનું ટાળવું જાેઇએ.
 • હોસ્ટેલની બહાર અને હોસ્ટેલના બગીચામાં, વિદ્યાર્થીઓએ ભેગા થવાનું અથવા ગ્રુપમાં બેસવાનું ટાળવું જાેઇએ.
 • તમામ પ્રકારની રમતો જેમાં શારીરિક સ્પર્શ થઇ શકે તેવી રમતોને રમવાની મંજૂરી નથી, કેમ્પસમાં જિમ સુવિધા પણ બંધ રહેશે.
 • ભોજનાલયમાં સંપૂર્ણ કોવિડ-૧૯ નિયમોના પાલનની ખાતરી કરવા માટે સ્લોટ-આધારિત કૂપન સિસ્ટમ દાખલ કરવું હિતાવહ છે.
 • ભોજનાલયના હોલમાં અને રસોઇઘરમાં ફરજ પરના કર્મચારીઓને દરરોજ તેમની ફરજ શરૂ કરતા પહેલા આરોગ્યની સ્થિતિ માટે તપાસવામાં આવશે અને ફરજ દરમિયાન ફેસ-માસ્ક, હેડકવર અને હેન્ડ ગ્લોવ્ઝ ફરિજયાત રાખવાના રહેશે.
 • ભોજનાલયનો સ્ટાફને પણ સામાજિક અંતરનું પાલન કરવું પડશે.સપાટીઓ અને ફલોરની સફાઇ માટે ફુડ ગ્રેડ ડીસઇનફેકટસનો ઉપયોગ કરવો.
 • શાકભાજી કે અન્ય ખાદ્ય પદાર્થોને ધોવા માટે કોઇ બ્લીચ, વોશિંગ સોડા, ડીટરજન્ટ પાવડરનો ઉપયોગ ન કરવો.
 • તાજા શાકભાજી અને અન્ય ખાદ્ય પદાર્થોને કાપતા પહેલા ગરમ પાણીથી ધોવાના રહેશે.વિદ્યાર્થીઓને સ્વ-શિસ્તતા રાખવા અને જમાવા માટે ડાઇનિંગ હોલની અંદર ભીડ કરવાનું ટાળવા પ્રોત્સાહન આપવું.
 • વારંવાર ઉપયોગમાં લેવાતા વોટરરૂમના પોઇંટ્‌સ અત્યંત સંવેદનશીલ હોવાથી તેને સ્પર્શ કરતા પહેલા અથવા પછી હાથની સ્વચ્છતામાં સાવચેતી રાખવી જરૂરી છે.
 • હાથ દ્વારા ઓછામાં ઓછું સ્પર્શ થાય એ સુનિશ્ચિત કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી.માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને લાઇન પ્રણાલીનું યોગ્ય રીતે પાલન કરવું.
 • રસોડા, ડાઇનિંગ હોલ, બાથરૂમ અને શૌચાલયો વગેરેમાં સ્વચ્છતાની સ્થિતિનું નિયમિત

નિરીક્ષણ કરવું જાેઇએ. વાસણો યોગ્ય રીતે સાફ થાય તે જાેવાનું રહેશે.

 • તાજુ ભોજન રાંધવામાં આવે તે સુનિશ્ચિત કરવું આવશ્યક છે તેથી એક સિનિયર કર્મચારીએ તેનું મોનિટરીંગ કરવાનું રહેશે.
 • શંકાસ્પદ કેસોની જાણ કરવીઃ તાવ અને ઉધરસ અને શ્વાસની તકલીફ ધરાવતા કોઇ પણ વ્યકિતનો પ્રવેશ અટકાવવો, આવા કિસ્સાઓમાં સંબંધિત વિભાગને જાણ કરવી ફરજિયાત રહેશે.
  આવા વ્યકિતને તરત જ નજીકની ક્વોરેન્ટીન સુવિધા ખાતે અથવા નજીકની કોવિડ હોસ્પિટલમાં લઇ જવાના રહેશે.
 • દરેકને પોતાની પાણીની બોટલ લાવવા અને જનરલ પાણીની બોટલ/મગ/ગ્લાસનો ઉપયોગ ટાળવા પ્રોત્સાહિત કરવા.
 • દરેક સંસ્થાએ નિયમિતપણે તેના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને કર્મચારીઓના આરોગ્યની દેખરેખ રાખવી જાેઇએ.
 • સ્ટાફ અને વિદ્યાર્થીઓએ પણ તેમના સ્વાસ્થ્યની સ્વ-દેખરેખ રાખવા માટે તકેદારી લેવી.કોઇ સ્ટાફ અને વિદ્યાર્થીને અથવા તેમના કુટુંબના સભ્યોમાંથી કોઇને ચેપ લાગ્યો હોય/ કોવિડ-૧૯ની સારવાર મળી હોય તે સ્વેચ્છાએ તેની પણ કરવી જાેઇશે.
 • માંદગી/આરોગ્યના કોઇ પણ લક્ષણોના કિસ્સામાં કાર્યકારી સ્ટાફને ક્લિનિકલ સારવાર માટે નજીકની કોવિડ સારવાર સુવિધામાં મોકલવાના રહેશે.
 • કર્મચારીઓએ લંચ માટે તંત્ર દ્વારા આપવામાં આવેલ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું સખત પાલન કરવાનું રહેશે અને સિકયુરિટી ગાર્ડ અને મેસ સ્ટાફ દ્વારા ડાઇનિંગ હોલમાં વિદ્યાર્થીઓની સંખ્યા પર નજર રાખવાની રહેશે.
 • થર્મલ સ્કેનરો, સેનિટાઇઝર, વગેરેની પૂરતી વ્યવસ્થા રિસેપ્શન એરિયા સહિતના તમામ એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર ઉપલબ્ધ કરાવવાની રહેશે.
 • હોસ્ટેલ કેમ્પસની એન્ટ્રી/એકઝીટ પર લાઇનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ગેટ પર ૬ ફુટના અંતર સાથે ચોક્કસ નિશાનો બનાવવા અને તેનું પાલન કરવું.
 • જાે સંસ્થામાં એન્ટ્રી/એકઝીટ માટે એક કરતા વધુ ગેટ હોય તો ભીડ ન થાય તે માટે તમામ ગેટનો પૂરતી કાળજી સાથે ઉપયોગ કરવો.
 • વિદ્યાર્થીઓ, સ્ટાફ અને કર્મચારીઓની સ્ક્રીનંગ, ફેસ માસ્ક પહેરીને, હાથનું સેનિટાઇઝિંગ વગેરે દરેક પ્રવેશ સ્થળોએ સુનિશ્ચિત કરવું આવશ્યક છે.
 • તાવ, ખાંસી અથવા શ્વાસ લેવામાં તકલીફના લક્ષણો ધરાવતા લોકોને અંદર પ્રવેશવાની મંજૂરી આપવી નહીં.
 • રાજ્ય સરકારે કોલેજાેના પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડો શરૂ કરવા સાથે હોસ્ટેલ્સનો પણ આવાસ-નિવાસ હેતુથી પુનઃ ઉપયોગ કરવા
  આ જે ર્જીંઁ શિક્ષણ વિભાગે જારી કરી છે તેનું પાલન અવશ્યપણે કરવા શિક્ષણ અગ્ર સચિવે અનુરોધ કર્યો છે.
Follow Me:

Related Posts

 • https://josefinohrn.com/
 • https://marwaricollege.ac.in/css/
 • https://lesphinxparis.com/
 • https://consultas-amor.com/
 • https://grupo-ottozutz.com/
 • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
 • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/