fbpx
ગુજરાત

એએમસીનાં ૨૩૩ ગાર્ડન બહાર વાહન પાર્કિંગ માટેની વ્યવસ્થાનો અભાવ

અમદાવાદમાં આવેલા ૨૩૩ ગાર્ડન પાસે પાર્કિંગની કોઇ વ્યવસ્થા જ નહીં હોવાનું જાણવા મળે છે. શહેરના માંડ ૧૫ ટકા ગાર્ડનમાં જ પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા છે. મ્યુનિ.એ બનાવેલા ૨૭૧ જેટલા ગાર્ડનની યોગ્ય દેખરેખ રાખવામાં આવે છે પરંતુ આ બગીચામાં ફરવા માટે જાે તમારે વાહન લઇને જવું હોય તો પછી વાહન પાર્ક ક્યાં કરવું તે મોટો પ્રશ્ન છે. કેમકે શહેરના ૮૫ ટકા ગાર્ડન બહાર પાર્કિંગની કોઇ વ્યવસ્થા જ નથી.

સ્થાનિકો માટે બનતાં આવા ગાર્ડનમાં કોઇ દિવ્યાંગ વ્યક્તિ જાે વાહન લઇને આવે તો પહેલો પ્રશ્નએ ઉભો થાય કે વાહન ક્યાં પાર્ક કરવું. પાર્કિંગ સુવિધાના અભાવને કારણે ટ્રાફિકને અડચણ અને ટ્રાફિકજામ થતો હોવાની સમસ્યાનું ઉદાહરણ પ્રગતિનગર ખાતે આવેલો ગાર્ડન છે. શહેરમાં અલગ અલગ ઝોનમાં આવેલા ગાર્ડન પૈકી ૫૦ ટકા ગાર્ડન તો માત્ર પશ્ચિમ અને ઉ.પશ્ચિમ ઝોનમાં જ આવેલા છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે ૭૫ ગાર્ડન છે. જ્યારે ઉ.પશ્ચિમ ઝોનમાં ૬૦ જેટલા ગાર્ડન આવેલા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/