fbpx
ગુજરાત

સુરતમાં યુવકે તાપીમાં લગાવી મોતની છલાંગઃ વિડીયો રાહદારીના મોબાઇલમાં કેદ

સુરત શહેરને અડીને આવેલા આવેલી તાપી નદી પરના બ્રિજ જાણે કે સુસાઇડ પોઇન્ટ બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તાપની નદીના જુદા જુદા બ્રિજ પરથી છાશવારે જિંદગીથી હારેલા લોકો આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લેતા હોય છે. આ આપઘાતની અનેક ઘટનાઓ જાગૃત વાહનચાલકોના કારણે અટકાવી શકાઈ છે પરંતુ કેટલીક ઘટનામાં નજેર જાેવા છતાં હતપ્રભોને બચાવી શકાતા નથી. દરમિયાનમાં આપઘાતની આવી જ એક ઘટના લાઇવ વીડિયોમાં કેદ થઈ છે. બનાવની વિગતો એવી છે કે સુરતના કામરેજમાં ગઈકાલે એક યુવકનો આપઘાત કરતો વીડિયો સામે આવ્યો હતો.

કામરેજમાં તાપી નદી પર આંબોલીમાં આવેલા પૂલ પરથી એક યુવકે બેગ લટકાવેલી હાલતમાં કૂદ્યો હતો. આ યુવકની બેગમાં વજન હતો કે કપડાં તેતો રામ જાણ પરંતુ તેણે પૂલની રેલિંગ ક્રોસ કરી તે સમયે બાજુના પૂલ પરથી પસાર થતા વાહન ચાલકે તેને બૂમો પાડી હતી. દરમિયાનમાં તેના મોબાઇલના વીડિયોમાં આ ઘટના લાઇવ કેદ થઈ હતી. સાંજે ૫.૦૦ વાગ્યાના અરસમાં યુવક તાપીમાં કૂદ્યો તે ઘટનાનો વીડિયો જાેત જતામાં વાઇરલ થઈ ગયો હતો.

યુવક બ્રિજ પરથી બેગ સાથે છલાંગ લગાવી હોવાની વાત પોલીસ સુધી પહોંચતા પોલીસ અને લાશ્કરો આવી ગયા હતા. હજુ સુધી યુવકનો મૃતદેહ ન મળ્યો હોવાની વિગતો સામે આવી છે. પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયમાં પણ વાઇરલ થઈ રહ્યો છે. સાથે સાથે આ યુવક કોણ હતો અને તેણે શા માટે આ પગલું ભર્યુ તે રહસ્ય નદીના પાણીમાં ધરબાઈ ગયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/