fbpx
ગુજરાત

પાંડેસરામાં ઘરમાં ઘુસી ૧૦ વર્ષની બાળકી સાથે પાડોશીની બળજબરી, પોલીસે ૪ દિવસે નોંધ્યો ગુનો

પાંડેસરામાં ૧૦ વર્ષની બાળકી સાથે ઘરમાં ઘુસીને બળજબરી કરવાના કેસમાં ૪ દિવસ પછી આપના કાર્યકરની મદદથી પાંડેસરા પોલીસે છેડતીનો ગુનો નોંધ્યો છે. ઘટના ૨૬મી તારીખે બપોરે બની ત્યારે બાળકીના પિતાએ આરોપીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે બાળકીના માતા-પિતા પાસેથી વિગતો લઈ ફોન નંબર લઈ આવતીકાલે બોલાવીશું એમ કહી મોકલી દીધા હતા. બીજા દિવસે બપોરે આરોપી છુટ્ટી જતા બાળકીના માતા-પિતા આપના કાર્યકરની મદદ લઈ પાંડેસરા પોલીસ સ્ટેશને ગયા હતા.

બાદમાં છેડતીનો ગુનો દાખલ થયો હતો. જાે કે સિવિલ હોસ્પિટલમાં આવેલી માતા અને બાળકીએ કહ્યું કે, તેમની સાથે ગંદુ કામ થયું છે. બાળકની મદદ કરવા આવેલા આપના કાઉન્સિલરે પણ વકીલ રાખવાથી લઈને કાયદાકીય સહયોગ આપવાની ખાતરી આપી છે. બીજી માર્ચએ ફરિયાદ લઈ આરોપી સુરજ અરૂણ પાંડે(૨૧)(રહે,ગોકુલધામ આવાસ,વડોદગામ) સામે છેડતીનો ગુનો નોંધ્યો હતો. પછી પોલીસ તેને પકડી લાવી ધરપકડની કાર્યવાહી કરી હતી.

૧૦ વર્ષની બાળકી ઘરે એકલી હતી અને માતા-પિતા મજૂરી પર ગયા હતા. નરાધમે બાળકીને પહેલા મિઠાઈની લાલચ આપી જાે કે બાળકીએ મિઠાઈ ખાધી ન હતી પછી બાળકી પોતાના ઘરમાં ગઈ ત્યારે હવસખોર સુરજ પાંડે તેના ઘરમાં જઈ અંદરથી રૂમનો દરવાજાે બંધ કરી દીધો હતો. રૂમમાં બાળકી રડતી હોવાનો અવાજ આવતા પડોશી દોડી આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/