fbpx
ગુજરાત

વિજયનગરની પોળોની જીવસૃષ્ટિ, વનૌષધિઓનું ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક અભ્યાસ કરશે

વિજયનગર તાલુકાના પોળો સતીમાતા કેમ્પ સાઈટ ખાતે આજથી દ્વિદિવસીય પક્ષી ગણતરી શિબિરનો પ્રારંભ થશે. જેમાં પોળો જંગલોની જીવસૃષ્ટિ, વનૌષધિઓનું સૌપ્રથમવાર ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક, ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના પ્રાધ્યાપક અને નિષ્ણાંતો, નિવૃત વન અધિકારીઓ દ્વારા વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરાશે. જેમાં આજથી શરૂ થનારા બે દિવસીય અભ્યાસ વર્ગમાં સમગ્ર ગુજરાતના જીવ, પ્રાણી અને વનસ્પતિ શાસ્ત્રના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ તાલીમ મેળવશે. જેમાં એકત્ર થનારી માહિતીનું દસ્તાવેજીકરણ બાદ વન વિભાગ દ્વારા ભાવિ આયોજન પણ કરાશે તેમ જીલ્લા વન અધિકારી અને વાઈલ્ડ લાઈફ વોર્ડને જણાવ્યું હતું.
પોળોના જંગલો તેની કુદરતી સૌંદર્યતાના લીધે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરી ચુક્યા છે સાથેજ ગુજરાતના જાણીતા આયુર્વેદ વિદોના મતાનુસાર પોળો જંગલની જીવસૃષ્ટિ, વનૌષધિઓ બહુમૂલ્ય હોવાના પણ પ્રમાણ છે જે વનૌષધિઓ, પક્ષીઓ, પ્રાણીઓ જીવજંતુઓ અને વનસ્પતિઓનું સૌપ્રથમવાર વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવા માટે આજથી બે દિવસીય કાર્ય શિબિરને નિવૃત્ત વન અધિકારી ઉદય વોરા, અનિલ જાેહરી, ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ.પ્રભુદાસ ઠક્કર, ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ના પ્રાધ્યાપક ડૉ નિષિથ ધારૈયા અને નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવશે.

જીલ્લા નાયબ વન સંરક્ષક યોગેશભાઈ દેસાઈ અને જીલ્લા વાઈલ્ડ લાઈફ વોર્ડન મયુરભાઈ રાઠોડના જણાવ્યું કે બે દિવસીય અભ્યાસ વર્ગમાં સમગ્ર ગુજરાત ના જીવ, પ્રાણી અનેવનસ્પતિ શાસ્ત્ર ના વિદ્યાર્થીઓ પણ ભાગલાઈ તાલીમ મેળવશે જેમાં એકત્ર થનારી માહિતીનું વૈજ્ઞાનિક ઢબે દસ્તાવેજીકરણ પણ કરાશે. જીલ્લા નાયબ વન સંરક્ષક યોગેશભાઈ દેસાઈ અને જીલ્લા વાઈલ્ડ લાઈફ વોર્ડન મયુરભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર દસ્તાવેજીકરણ બાદ વન વિભાગ દ્વારા પક્ષીઓ પ્રાણીઓના અને જીવજંતુઓના રહેઠાંણ ખોરાક ની માહિતી આધારે ભાવિ વનીકરણ અંગેનું આયોજન કરાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/