fbpx
ગુજરાત

પોલીસકર્મીને જાહેરમાં ધમકી આપી લોકોને મારવા માટે ઉશ્કેરવાનો ધારાસભ્યનો વિડીયો વાયરાલ

અમદાવાદના અસારવાના ધારાસભ્યે શાહીબાગમાં વાહન ટોઈંગ કરવા આવેલાં ટ્રાફિક પોલીસકર્મી સાથે રીતસરની દાદાગીરી કરી સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી. ઉપરાંત પોલીસકર્મીનો હાથ પકડીને ક્યાં જાવ છો હું કહું એટલે ઉભા રહેવાનું નહીં તો સસ્પેન્ડ થશો તેવી ધમકી આપીને ટોળે વળેલાં લોકોને ઉશ્કેરતા કહ્યું કે ધોવોને સાલાઓને હું બેઠો છું. ગૃહ વિભાગને જાણે ખિસ્સામાં લઈને ફરતાં હોય તેમ ભાજપના ધારાસભ્યએ જાહેર રસ્તામાં જ પોલીસકર્મીને ધમકી આપવાની સાથે પોલીસને મારવા લોકોને ઉશ્કેર્યા હતા. જેનો એક વીડિયો વાઈરલ થતાં રાજકારણ ગરમાયું છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં એફ ડિવિઝન ટ્રાફિકના પોલીસકર્મીઓ દ્વારા ટોઈંગ ક્રેન દ્વારા વાહન ટોઈંગ કરવામાં આવી રહ્યા હતા.

આ દરમિયાનમાં રાજસ્થાન હોસ્પિટલ સામે રોડ પર પાર્ક કરેલું વાહન ટોઈંગ કરવામાં આવ્યું ત્યારે તે સમયે ભાજપના અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ ત્યાંથી પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા. તેઓ આ જાેઈને ઉબા રહીને ટોઈંગ ક્રેનના ઈન્ચાર્જ ઉદેસિંહ પટેલને નીચે બોલાવીને પોતે ધારાસભ્ય હોવાનો રોફ જમાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં ધારાસભ્યે એએસઆઈ ઉદેસિંહ પટેલનો હાથ ખેંચીને કહ્યું કે, ઉભા રહો અહીં, ત્યારે એએસઆઈએ કહ્યું કે, હાથ ના પકડો. તો ધારાસભ્યે કહ્યું કે, હાથ શું બધું પકડીશ. તે બાદ ધારાસભ્યે પોતાની સાથે આવેલાં વ્યક્તિને એએસઆઈનો ફોટો પાડવા કહ્યું હતું. બાદમાં ધમકી આપતા કહ્યું કે હું કહું એટલે ઉભું રહેવાનું. નહીંતર સસ્પેન્ડ થઈ જશો ૨ મિનિટમાં. ઓળખો છો મને? આ શીખવાડ્યું છે તમને લોકોને, મારી જાેડે ઉભા રહો નહીં તો યાદ કરશો ક્યાં જતાં રહેશો ખબર પણ નહીં પડે.

આટલું કહીને ધારાસભ્યએ ટ્રાફિક ડીસીપીને ફોન લગાવ્યો અને કહ્યું કે ઉદેસિંહ નામના જમાદાર છે. તેઓ રાજસ્થાન હોસ્પિટલ તરફ દિવસમાં ૫૦ વખત ક્રેન લઈને આવે છે અને વાહન ટોઈંગ કરે છે. જે કહીને ડીસીપી સાથે એએસઆઈને વાત કરાવી હતી. આ દરમિયાન ધારાસભ્યે આસપાસ ઉભેલાં લોકોને કહ્યું કે, ધોવોને સાલાઓને હું બેઠો છું. એમ વાઈરલ વીડિયોમાં જણાવ્યું છે. આમ પ્રજાના પ્રતિનિધિ એવાં ધારાસભ્ય દાદાગીરી કરીને પોલીસ પર હુમલો કરવા પ્રજાને ઉશ્કેરે તો શું તેમની સામે કોઈ ગુનો નોંધાશે? આ સમગ્ર ઘટના દરમિયાન ધારાસભ્ય માસ્ક વગર જાેવા મળ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/