fbpx
ગુજરાત

કોરોના ૬૦ વર્ષીય દર્દીએ શારદાબેન હોસ્પિટલના પરથી મોતની છલાંગ લગાવી

કોરોનાના કેસ વધતા અમદાવાદની અનેક પ્રાઈવેટ અને સરકારી હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે, ત્યારે અમદાવાદના સરસપુરમાં આવેલી શારદાબેન હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. શારદાબેન હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. આજે શારદાબેન હોસ્પિટલમાં એક દુર્ઘટના સર્જાઈ છે. જેમાં અમદાવાદના એક કોરોના દર્દીએ હોસ્પિટલમાં આપઘાત કરી લીધો છે. શારદાબેન હોસ્પિટલના પાંચમાં માળેથી આજે અમદાવાદના એક કોરોનાગ્રસ્ત દર્દીએ આપઘાત કરી લીધો છે. શહેરના ૬૦ વર્ષીય કોરોના દર્દીએ પડતું મુકી આપઘાત કર્યો છે. આ ઘટના બાદ શહેર કોટડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં એક કોરોના દર્દીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. અહીં સારવાર માટે દાખલ કરેલા ૬૦ વર્ષીય વૃધ્ધ આખરે જિંદગીથી કંટાળી ગયો હતો અને તેને હાજર સ્ટાફની નજર ચૂકવીને પાંચમાં માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતી. જાણવા મળી રહ્યું છે કે પાંચમા માળેથી વહેલી સવારે ૬૦ વર્ષીય વૃદ્ધે પડતું મુક્યું છે, જેના કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. આ ઘટના બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. શહેર કોટડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શારદાબેન હોસ્પિટલની બહાર ઉભેલા બાઉન્સરની પણ દાદાગીરીનો સામનો દર્દીના પરિવારજનોએ કરવો પડે છે. જ્યારે પોતાના દાખલ સ્વજનને કોઈ વસ્તુ આપવા જાય કે પૂછપરછ કરવા જાય ત્યારે તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે. બાઉન્સર હોસ્પિટલની બહાર પોતે માસ્ક વિના અને હાથમાં દંડા લઈને ઊભા રહે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/