fbpx
ગુજરાત

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના પોઝિટિવ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોનાથી સંક્રમિત થયા છે. હાલમાં અમદાવાદની સરકારી હોસ્પિટલ યુ એન મહેતામાં ડેપ્યુટી સીએમને સારવાર આપવામાં આવી રહી છે. રાજ્યમાં કોરોના સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યું છે. આજે કોરોનાના એક્ટિવ કેસ એક લાખને પાર થઈ ચુક્યા છે. ત્યારે હવે લડવૈયાઓ પણ ઘાયલ થઈ રહ્યા છે. કોરોનાનું સંક્રમણ રાજનેતાઓને પણ તેના ભરડામાં લઈ રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થઈ ચુક્યા હતા. તે દરમિયાન રાજ્યનો કારભાર નાયાબ મુખ્યમંત્રી નિતિન પટેલે સંભાળ્યો હતો. સીએમ રૂપાણી  સાથે મળીને સતત કોરોના સામેની લડાઈને જીતવા માટે મથામણ કરતા નાયબ મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થયા છે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે તેમને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ અંગે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે. અહીં નોંધનીય છેકે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસ સંદર્ભે સતત સાથે હતા. આ ઉપરાંત ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ શાહના પ્રવાસ સંદર્ભે સતત સંપર્કમાં હતા. 

ગુજરાતમાં કોરોના સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. ત્યારે નોંધનીય છે કે ગુજરાતમાં શુક્રવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા પોઝિટીવ 13804  કેસ નોંધાયા છે.  જ્યારે 5618 દર્દીઓ સ્વસ્થ થયાં છે.  કોરોનાથી રાજ્યમાં 142 દર્દીના મોત થયા  હતા. રાજ્યમાં દરરોજ કેસ વધી રહ્યા છે અને રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે. શુક્રવારે રિકવરી રેટ 77.30 ટકા થયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/