fbpx
રાષ્ટ્રીય

કોરોનાની બીજી લહેર સામાન્ય નથી સુનામી છે : દિલ્હી હાઈકોર્ટ

દિલ્હીના મહારાજા અગ્રેસન હોસ્પિટલ એ હોસ્પિટલમાં સામેલ છે જ્યાં કોરોનાના દર્દીઓ ઓક્સિજનની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ઓક્સિજનની અછતને તાત્કાલિક દૂર કરવા માટે મહારાજા અગ્રેસન હોસ્પિટલ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. મહારાજા અગ્રેસન ઉપરાંત પણ અન્ય ત્રણ હોસ્પિટલોએ પણ આ અરજી કરી હતી. હાઈકોર્ટે મહારાજા અગ્રસેન હોસ્પિટલ ઉપરાંત જયપુર ગોલ્ડન અને સરોજ હોસ્પિટલ  તેમજ બત્રા હોસ્પિટલે અરજ કરી હતી.

આ બાબતે હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, દિલ્હી સરકારને ઓક્સિજન ટેન્કરોની ખરીદી માટે દરેક શક્ય પ્રયત્ન કરવો જોઈએ. અમે બંને સરકારના અધિકારીઓ સાથે વાતચિત અને સમન્વયની આશા રાખીએ છીએ. કોર્ટે કહ્યું હતું કે તમામ ઓક્સિજન સપ્લાયયર્સને નિર્દેશિત કરીએ છીએ કે, દિલ્હીની હોસ્પિટલમાં સપ્લાય થતા ઓક્સિજનની તમામ ડીટેલ ઉપલબ્ધ કરાવવામાં આવે.

નોંધનિય છે કે કોર્ટે દિલ્હી સરકારના આ નિવેદનને રેકોર્ડ કર્યું હતું કે તેમની પાસે 10 આઇપીએસ અધિકારી તેમજ 14 ડીએએનઆઈસીએસ અધિકારી દિલ્હીમા ઓક્સિજનની સપ્લાયની દેખરેખ કરી રહ્યા છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, આ બીજી લહેર નહીં પરંતુ સુનામી છે. હજુ નવા કેસ ખૂબ ઝડપથી નોંધાઈ રહ્યા છે. કેન્દ્રએ હાઈ કોર્ટને કહ્યું હતું કે, આગામી સપ્તાહમાં નવા કેસમાં પણ વૃદ્ધિ જોવા મળી શકે છે. તેનાથી પેનિક થવાની જરૂર નથી પરંતુ આપણે સૌથી ખરાબ સમય માટે પણ તૈયાર રહેવું પડશે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0