fbpx
ગુજરાત

રિપિટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા શાળા સંચાલક મહામંડળની માંગ

ધોરણ ૧૦ ના રેગ્યુલર બાળકોને માસ પ્રમોશન આપ્યા બાદ હવે રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ તરફથી રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. અંદાજે ૩.૫૦ લાખ જેટલા રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળવું જાેઈએ તેવી માંગ રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલ કરી હતી.

ભાસ્કર પટેલે જણાવ્યું કે, કોઈપણ નીતિ એક વર્ગના તમામ બાળકો માટે એકસમાન હોવી જાેઈએ. સરકારે અંદાજે ૧૦ લાખ જેટલા નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું તો રીપીટર બાળકોને પણ પ્રમોશન આપવું જ જાેઈએ. રીપીટર વિદ્યાર્થીઓ જુદા જુદા કારણોસર પરીક્ષા આપતા હોય છે.

ગુજરાતમાં બે પ્રકારની શૈક્ષણિક સંસ્થા છે, જેમાં નેશનલ ઓપન સ્કૂલ અને ગુજરાત ઓપન સ્ફુલ. જે રીપીટર બાળકોને માસ પ્રમોશન મળે એવા બાળકોની માર્કશીટમાં રિમાર્ક લખી શકાય કે આપને ધોરણ ૧૧માં પ્રવેશ નહીં મળે અને એવા બાળકો ગુજરાત ઓપન સ્ફુલ કે નેશનલ ઓપન સ્કૂલમાં અભ્યાસ કરી આગળનો અભ્યાસ ચાલુ રાખી શકશે.

રાજ્ય સરકારે ૧૦ લાખ બાળકોને માસ પ્રમોશન આપ્યું છે ત્યારે આપણી પાસે હાલ ૫.૫૦ લાખ બાળકોને જ ધોરણ ૧૧માં પ્રવેશ આપી શકાય એવી વ્યવસ્થા છે. એવામાં હાલ જે શાળામાંથી વિદ્યાર્થી પાસ થયો છે, એ જ શાળામાં ધોરણ ૧૧માં તેને પ્રવેશ મળે એવી નીતિ બનાવવી જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/