કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વૈષ્ણોદેવી અને ગાંધીનગર ફ્લાયઓવર બ્રીજનુ કર્યુ લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવેલા છે. ગુજરાતની મુલાકાતના પ્રથમ દિવસે આજે સવારે અમદાવાદ પહોંચીને અમિત શાહે અમદાવાદમાં નવનિર્મિત વૈષ્ણોદેવી ફ્લાયઓવર અને ગાંધીનગરમાં ખોડિયાર કન્ટેનર ડેપો પાસેના ફ્લાયઓવર બ્રીજનુ પણ લોકાર્પણ કર્યુ. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા. આશરે ૨૮ કરોડના ખર્ચે બનાવેલ આ ફ્લાયઓવરના કારણે નેશનલ હાઈવે પર અહીંથી પસાર થતા રોજના આશરે એક લાખ લોકોને રાહત મળશે. આ બ્રીજ ગાંધીનગર, ચિલોડા, હિંમતનગર, મહેસાણા સહિત વિવિધ જિલ્લાઓમાં જતા લોકો માટે ખૂબ ઉપયોગી બનશે. પણ ઉદઘાટન કરવામાં આવશે.
ગાંધીનગર લોકસભા મત વિસ્તારની મુલાકાતો પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ સંબોધન પણ કર્યુ. ગાંધીનગરમાં પોતાના સંબોધન દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ કે, ‘આજે દેશભરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે નિઃશુલ્ક રસીકરણનો કાર્યક્રમ જાહેર કર્યો હતો એની શરૂઆત થવા જઈ રહી છે. યોગ દિવસે દેશભરના ૧૮ વર્ષથી ઉપરની વયના બધા જ નાગરિકોને નિઃશુલ્ક રસી આપવાનો ઐતિહાસિક ર્નિણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ લીધો છે તેની શરૂઆત થઈ છે.મારા મત વિસ્તાર ગાંધીનગર ખાતે આજે સવારથી સેંકડો લોકો રસી મૂકાવા માટે પહોંચ્યા છે.’
શાહે વધુમાં જણાવ્યુ કે, ‘મારી બધા નાગરિકોને અપીલ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા જે નિઃશુલ્ક રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે તેમાં વધુમાં વધુ લોકો ભાગ લે. જેમણે રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે તે પણ સરકારની ગાઈડલાઈન મુજબ તરત જ બીજાે ડોઝ લે કારણકે બંને ડોઝ લીધા પછી જ આપણે કોરોના સામે લડવામાં સક્ષમ બની શકીશુ. હું દરેક નાગરિકોને અપીલ કરુ છુ કે આ નિઃશુલ્ક રસીકરણમાં જાેડાવ. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો આભાર માનુ છુ કે ૧૩૫ કરોડની વસ્તી ધરાવતા આટલા મોટા દેશમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિને નિઃશુલ્ક રસી આપવાનો ર્નિણય ઐતિહાસિક તો છે જ ઉપરાંત વડાપ્રધાનની સંવેદનશીલતા પણ દર્શાવે છે.’
Recent Comments