fbpx
ગુજરાત

સરસપુરના રણછોડજી મંદિરના મહંતનું નિવેદન. રથયાત્રા નીકળવી જ જાેઇએ નહિ તો હું સખ્ત પગલાં ભરીશ

અમદાવાદમાં રથયાત્રા કાઢવા અંગે હજુ સુધી કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી. જગન્નાથ મંદિર ખાતે રથયાત્રાની પૂરી તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ત્યારે સરસપુરના રણછોડજીના મંદિરના મહંત લક્ષ્મણદાસે જણાવ્યું હતું કે રથયાત્રા કોઈપણ સંજાેગમાં કાઢવી જાેઈએ, નહિ નીકળે તો હું સખત પગલાં ભરવા તૈયાર છું.

ગત વર્ષે પણ કોરોનાને કારણે રથયાત્રા કાઢવામાં આવી નહોતી, જેથી સંત લક્ષ્મણદાસે આત્મહત્યાની ચીમકી આપી હતી, પરંતુ પોલીસ અને અન્ય સંતોની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. ત્યારે આ વર્ષે પણ રથયાત્રા અગાઉ લક્ષ્મણદાસે રથયાત્રા કાઢવાની માગણી કરી છે. આ વર્ષે પણ રથયાત્રા નહિ નીકળે તો તેઓ પોતાની રીતે પગલાં ભરશે, એવું જણાવ્યું હતું.

સંત લક્ષ્મણદાસે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રથયાત્રા અંગે અસમંજસ ના હોવું જાેઈએ. કેસ ઘટ્યા છે અને તમામ છૂટછાટ આપવામાં આવી છે તો કોઈપણ સંજાેગમાં રથયાત્રા કાઢવી જાેઈએ. સરકારે કફ્ર્યૂ રાખવો કે પછી લોકોની ભીડ એકઠી ના થવા દેવી, પરંતુ રથયાત્રા કાઢવા અંગે ર્નિણય લેવો જાેઈએ. રથયાત્રા નીકળશે તો સૌનું ભલું થશે. રથયાત્રા નહિ નીકળી તો સખત પગલાં લઈશ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/