fbpx
ગુજરાત

રવિ પૂજારીની કબૂલાતઃ ૨૫ લાખમાં સોપારી લઈ ફાયરિંગ કરાવ્યું હતું

બોરસદમાં કાઉન્સિલર પર ફાયરીંગ કરવાના કેસમાં ગેંગસ્ટર રવિ પૂજારીની ધરપકડ કરી છે. તેના સાગરિતો કોણ કોણ છે? બોરસદ કેસમાં તેની મદદગારી કોણે કરી હતી? સમગ્ર નેટવર્ક કઈ રીતે ચલાવતો હતો? તેની તપાસ કરી રહી છે, ત્યારે આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં રવિ પુજારીએ એક મહત્વપૂર્ણ કબૂલાત કરી હોવાની માહિતી મળી રહી છે. બોરસદના ગુનામાં સંડોવણી અંગે રવિ પૂજારીએ કબૂલાત કરી છે.

રવિ પૂજારીએ જણાવ્યું હતું કે બોરસદમાં કાઉન્સિલર પર રૂ.૨૫ લાખમાં સોપારી લઈને ફાયરિંગ કરાવ્યું હતું. શુટર સુરેશ અન્ના સાથેના સબંધો વધારવા અને મીત્રતા નીભાવવા માટે અન્નાને કામ સોપાયુ હતુ. ત્યારબાદ બોરસદમાં કાઉન્સિલર પર ફાયરિંગ બાદ રવિ પુજારીએ ધમકી આપતો ફોન પણ કર્યો હતો. આ કબૂલાત બાદ ક્રાઈમબ્રાન્ચ આગામી સમયમાં વોઈસ સ્પેક્ટ્રોગ્રાફિ ટેસ્ટ કરાવી શકે છે.

તમને જણાવી દઈએ કે બોરસદમાં કાઉન્સિલર પર ફાયરિંગ કેસમાં આરોપી રવિ પૂજારી અન્ય દેશો કે જેમાં યુગાન્ડા, સાઉથ આફ્રિકા, સેનેગલમાં નામ બદલી રહેતો હતો. બોરસદ કેસમાં ૧૪ આરોપીની સંડોવણી હતી. જેમાથી ૧૩ આરોપી ઝડપાયા હતા. બોરસદના ગુનામાં આખું કાવતરું બરોડા જેલમાં રચાયુ હતું. કારણ કે સુરેશ અન્ના, સુરેશ પલ્લાઈ આ તમામ આરોપી જેલમાં હતા અને તે સમયે આ કાવતરુ રચીને ફાયરિંગ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/