fbpx
ગુજરાત

ધોરાજીમાં ગેરકાયદે બાયોડિઝલનો ૨૧ હજાર લિટર જથ્થો ઝડપાયોઃ ૪ની ધરપકડ

રાજકોટ રુલર એસઓજી પોલીસ દ્વારા ધોરાજીમાં ૨૧,૦૦૦ લિટર ગેરકાયદે બાયોડીઝલના જથ્થા સાથે ૪ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પોલીસે ૨૧,૦૦૦ લિટર બાયોડીઝલના જથ્થા સાથે કુલ ૩૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચારેય શખ્સ જુદા-જુદા પ્રકા૨ના પેટ્રોલિયમ પદાર્થ મંગાવી મિક્સ કરી ભેળસેળયુક્ત બાયોડીઝલ બનાવી વેચતા હતા.

રાજ્ય પોલીસ વડાની સૂચના મુજબ છેલ્લા ૧૫ દિવસથી સમગ્ર રાજ્યમાં બાયોડીઝલના ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહ કરતા લોકો પર કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે જેના આધારે રાજકોટ રેન્જ અને રાજકોટ રુલર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજ રોજ રાજકોટ રુલર એસઓજી પોલીસને ધોરાજી ખાતે બાયોડીઝલનો ગેરકાયદે જથ્થો હોવાની અને વેચાણ થતાની બાતમી મળી હતી. આથી દરોડો પાડી ૨૧,૦૦૦ લિટર જથ્થા સાથે ૪ શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ રુલર એસઓજી પોલીસ દ્વારા ધોરાજી ખાતેથી જુદા-જુદા પ્રકા૨ના પેટ્રોલિયમ પદાર્થ મંગાવી મિક્સ કરી ભેળસેળયુક્ત બાયોડીઝલ બનાવી વેચતા દિનેશ ઉર્ફે ગોપાલ લવજી કોયાણી અને જયરાજસિંહ ભ૨તસિંહ ચુડાસમા તેમજ તેમના ટ્રક ડ્રાઈવ૨ હસ્તબહાદુ૨ કાશીરામ રાજપુત અને ટ્રક ક્લિન૨ રાજન દત્તે નેપાળીને ભેળસેળયુક્ત બાયોડીઝલ ૨૧,૦૦૦ લિટર જથ્થા સાથે કુલ ૩૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/