fbpx
ગુજરાત

અમદાવાદમાં ખોખરામાં ભારે ટ્રાફિક જામ: વાહનચાલકો અટવાયા

અમદાવાદ શહેરમાં સમય મર્યાદામાં ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ હોવા છતાં માલવાહક તથા લકઝરી બસો સહિતના વાહનો ઓવરબ્રીજ પરથી સતત દિવસભર પસાર થતાં હોવાથી કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિત રહે છે. સવારથી જ નોકરી અને ધંધા રોજગાર માટે નીકળેલા લોકો તથા વાહનચાલકો ટ્રાફિક જામમાં અટવાયાં હતાં. ટ્રાફિકને કારણે સર્જાતી મુશ્કેલીથી હેરાન થયેલા નાગરિકો ટ્રાફિક અને શહેર પોલીસની સામે નક્કર કામગીરીની અપેક્ષા રાખી રહ્યાં છે. મણિનગરમાં રામબાગથી એલજી ઓવરબ્રીજ અને ખોખરા મદ્રાસી મંદિરથી ખોખરા સર્કલ, જ્યારે અનુપમ સિનેમા ગાયત્રી ડેરીથી એલજી ઓવરબ્રીજ સુધી ટ્રાફિક જામમાં બે કલાક સુધી વાહન ચાલકો અટવાયા હતાં. અનુપમ પાસે ઓવરબ્રીજ નહીં બનવાથી મણિનગર રેલવે ક્રોસિંગ પર સતત ટ્રેનોની અવરજવર રહેવાથી ફાટક બંધ કરવો પડતો હોવાથી ચારે બાજુ ટ્રાફિકની સ્થિતિ સર્જાય છેઅમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ વધુ વિકટ બની રહી છે. ત્યારે આજે સવારે ખોખરામાં નાથાલાલ ઝઘડા ઓવરબ્રીજની ચારે તરફ ભારે ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો અટવાયાં હતાં. એટલું જ નહીં અહીં ઈમર્જન્સી સેવાના વાહનો પણ ટ્રાફિકજામમાં અટવાયેલા જાેવા મળ્યાં હતાં. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામાનું ખોખરા અને મણિનગરના રસ્તાઓ પર સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/