fbpx
ગુજરાત

સુરતમાં રોકેટ ગતિએ ફેલાતું કોરોના સંક્રમણ તંત્ર દોડતું

ઓમિક્રોનનો એક પણ કેસ સામે આવ્યો ન હતો. નવા ૫૬ સ્ટુડન્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.પોઝિટિવ લોકો માંથી ૯૭૫ લોકો ફુલ્લી વેક્સિનેટેડ છે. ૧૨ લોકોએ રસીનો એક જ ડોઝ લીધો છે. ભાઠેના વિસ્તારમાં આવેલી સુમન સિદ્ધિ સોસાયટી માં ૧૨ અને લિંબાયતની શ્રીનાથ સોસાયટીમાં ૫ કેસ નોંધાતા બંને સોસાયટી ક્લસ્ટર કરી હતી. તેવી જ રીતે અઠવા ઝોનમાં કેનાલ રોડ પ્રતિભા પાર્કમાં એક જ ઘરમાં સાત વ્યક્તિઓ પોઝિટિવ આવતા ક્લસ્ટર કરવામાં આવી છે. સંક્રમિત ૫૬ વિદ્યાર્થીઓમાં કતારગામની સુમન શાળા-૨૮૯ માં ૫ અને સુમન શાળા-૨૫૪ માં ૪ વિદ્યાર્થીઓ પોઝીટીવ આવતા સ્કૂલ બંધ કરાવી છે. આ સિવાય સચિનની એલ ડી સ્કૂલમાં ૦૯ તેમજ વરાછાની સાધના સ્કૂલમાં ૧૨ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા સ્કૂલ બંદ કરવામાં આવી છે.આ ઉપરાંત સનલાઇટ શાળા, રાયન શાળા, ઉન્નતિ શાળા, આશાદીપ શાળા, પ્રભાત તારા શાળા, વી એન એસ જી યુ, લાન્સર આર્મી શાળા, સાર્વજનિક શાળા, કે પી કોલેજ, ધારુકાવાળા કોલેજ, એસ વી એન આઈ ટી, ભારતી મૈયા, ડી આર બી કોલેજ, પી પી સવાણી નર્સિંગ કોલેજ, એસ ડી જૈન, સાર્વજનિક શાળા તથા અન્ય શાળાઓ તથા કોલેજમાં પણ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા આ શાળાઓ તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરવવામાં આવ્યા છે. આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ ૭૮૫ જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવ્યુ છે.

જેમના રિપોર્ટ પેન્ડિંગ છે. રાંદેર ઝોનમાં કોરોનાના સૌથી વધુ ૩૯૨ કેસ સામે આવ્યા છે. જ્યારે અઠવા ઝોનમાં ૩૮૨ કેસ સામે આવ્યા હતા. સેન્ટ્રલ ઝોનમાં ૧૧૦, વરાછા એ ઝોનમાં ૧૨૦,વરાછા બી ઝોનમાં ૭૨, કતારગામમાં ૧૬૭, લીંબાયતમાં ૨૪૭ જ્યારે ઉધના ઝોનમાં ૧૮૮ કેસ સામે આવ્યા હતા. પોઝિટિવ કેસોમાંથી એક વ્યક્તિ શારજાહ, બીજી વ્યક્તિ દુબઈ અને ત્રીજી વ્યક્તિ સાઉથ આફ્રિકાના પ્રવાસ કરી પરત આવ્યો છે.સુરતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. વિતેલા ૨૪ કલાકમાં જ ૧૭૯૨ કેસ શહેર અને જિલ્લામાં નોધાયા છે. જ્યારે એકનું મોત નીપજ્યું છે. ૫૬ વિદ્યાર્થીઓને ચેપ લાગતાં ૪ સ્કૂલો બંધ કરાવવામાં આવી છે. કેસોની સંખ્યા વધતા પાલિકાએ ૬ વિસ્તારોને રેડ ઝોન અને ૧૪ વિસ્તારોને હાઇ રીસ્ક ઝોનમાં મૂકી દીધા છે. વેસુમાં ૫૭૦, સિટીલાઇટમાં ૪૯૭, અલથાણમાં ૨૫૦ જેટલા કેસો થઈ જતાં વીઆઇપી રોડ, હેપ્પી રેસિડન્સી સહિતના વિસ્તાર રેડ ઝોનમાં જ્યારે જાેગર્સ પાર્ક-કેનાલ રોડ, અઠવા-ચોપાટી, વરાછા ગામ સહિતના વિસ્તારોને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/