fbpx
ગુજરાત

સંગીની ગ્રુપ સહિતના બિલ્ડરો પાસેથી ૨૦ કરોડ રોકડા અને જ્વેલરી જપ્ત કરાઈ

સંગીની ગ્રુપ સહિતના બિલ્ડરો, બ્રોકરોને ત્યાં હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં તપાસનો રેલો વેસુના પ્રાઇવેટ સેઇફ ડિપોઝિટ વોલ્ટ સુધી પહોંચ્યો હતો, જેમાં ૧૪ લોકરોની તપાસ તાજેતરમાં જ પુરી થઈ છે. આ લોકરોમાં રૂપિયા ૨૦ કરોડની રોકડ અને જ્વેલરી મળી આવી છે. વોલ્ટ-લોકર મોટાભાગે બ્રોકરો જ ઓપરેટ કરતા હતા. બુકિંગના રૂપિયા આ લોકરમાં રખાતા હતા. અધિકારીઓએ જપ્ત કરેલી ડાયરીઓનો રેલો લોકર સુધી દૌરી ગયો હતો. અલબત્ત, સમગ્ર ઓપરેશન બાબતે હજી અધિકારીઓ કંઇ કહી રહ્યા નથી

. વિંગે સંગીની, અરિંહત બિલ્ડર ગ્રુપ ઉપરાંત ૧૦થી વધુ બ્રોકરોને ત્યાં દરોડા પાડ્યા હતા. ૪૦ જેટલાં સ્થળોએ ૧૫૦થી વધુ અધિકારીઓએ તપાસ કરી હતી. જેનો રેલો વેસુના સુમંગલ પ્રાઇવેટ વોલ્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં કુલ ૯૦૦ લોકર હતા. અધિકારીઓએ શંકાના આધારે કુલ ૧૪ લોકર જ ચેક કર્યા હતા. જે પૈકી કેટલાંકમાં તો કેવાયસી નોમ્સ પણ યોગ્ય રીતે પાળ્યા ન હતા. પાછળથી આ મુદ્દો હાઇકોર્ટ પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં આ કાર્યવાહીને પડકારાઈ હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, બ્રોકરો જ બિલ્ડરો વતી બુકિંગ લેતા હતા, ત્યારબાદ રૂપિયા આવે તેને લોકરમાં રાખતા હતા.

ડાયરીઓ ૨-૨ ટકાના નફા પર ફરતી હતી. આવી અનેક ડાયરીઓ અધિકારીઓના હાથમાં આવી છે. બુકિંગનો બધો જ હિસાબ બ્રોકરો જ રાખતા હતા. દરોડામાં કુલ ૬૫૦ કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા હતા. જેમાં ૩૦૦ કરોડથી વધુના ફલેટ રોકડમાં જ વેચી દેવાયા હતા. જ્યારે ૨૦૦ કરોડના વ્યવહારો ચોપડે બતા્‌યા નહતા. જે તે સમયે અધિકારીઓએ રૂપિયા ચાર કરોડની રોકડ અને ત્રણ કરોડની જ્વેલરી સિઝ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/