fbpx
ગુજરાત

વડોદરાના ૧ રાતમાં બે ગામના ૩ મકાનમાંથી ૧૧.૩૦ લાખની ચોરી

ડબકા ગામના ઘનશ્યામપુરામાં અરવિંદભાઇ અમરસંગ ચાવડા પરિવાર સાથે રહે છે. તેઓ ખેતી કરવા સાથે રસોઇનું પણ કામ કરે છે. તસ્કરો તેમના ઘરમાં ત્રાટક્યા હતા અને રોકડ રૂપિયા ૧.૪૬ લાખ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૪,૦૩,૩૦૦નો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. અરવિંદભાઇ ચાવડા રોકડ રકમ ટ્રેક્ટરનો હપ્તો ભરવા માટે લાવ્યા હતા. જે રકમ તસ્કરો ચોરી કરી ગયા હતા. ડબકા ગામમાં અરવિંદભાઇના ઘરમાંથી લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ ચોરી જનાર તસ્કર ટોળકી દોઢ કિલોમીટર દૂર ડબકા ગામની બાજુમાં આવેલા સોમજીપુરા ગામમાં ત્રાટકી હતી.

વડુ પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે સોમજીપુરા ગામમાં કમલેશભાઇ સુખાભાઇ પઢીયાર અને પ્રવિણભાઇ સુખાભાઇ પઢીયાર પોતાના પરિવાર સાથે રહે છે. બંને ભાઇઓના આજુબાજુમાં મકાનો આવેલા છે. પઢીયાર પરિવારમાં ચૌલક્રિયાનો પ્રસંગ હતો. આથી ઘરમાં સોના-ચાંદીના ઘરમાં હતા. ઉપરાંત કમલેશભાઇ પઢીયાર લેબર કોન્ટ્રાક્ટનું કામ કરતા હોવાથી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે પગાર લાવવા માટે રોકડ રૂપિયા ૩,૮૧,૬૦૦ રોકડ મળી બંને ભાઇઓના ઘરમાંથી રૂપિયા ૭,૩૦,૧૦૦નો મુદ્દામાલ તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સવારે ચોરીના બનાવની જાણ વાયુવેગે વિસ્તારમાં પ્રસરી જતાં ચકચાર મચી ગઇ હતી. તે સાથે આ બનાવની જાણ વડુ પોલીસને થતાં પી.આઈ આર.કે રાઠવા સહિત પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે તસ્કરોનું પગેરું શોધવા માટે તપાસ કરતા નજીકના ખેતરમાંથી સોનાના દાગીનાની ખાલી બોક્સ તેમજ અન્ય સામાન મળી આવ્યો હતો. જે પોલીસે પુરાવાના ભાગરૂપે કબજે કર્યાં હતા. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે ડોગસ્ક્વોડ તેમજ ફીંગર પ્રિન્ટ નિષ્ણાતોની પણ મદદ લીધી હતી. બીજી બાજુ ડબકાના ઘનશ્યામપુરા અને સોમજીપુરા ગામમાં બનેલા ચોરીના આ બનાવ અંગેની વિગત મેળવવા માટે નાયબ પોલીસ અધિક્ષક એસ. કે. વાળા, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

વડુના ડબકા ઘનશ્યામપુરા અને સોમજીપુરા ગામમાં બે ભાઇઓના મકાનો સહિત ત્રણ મકાનોમાં બનેલા ચોરીના આ બનાવમાં કોઇ જાણભેદુ હોવાનું પોલીસનું અનુમાન છે. જાેકે, હજુ સુધી પોલીસ તંત્રને તસ્કરો અંગેના કોઇ સગડ મળ્યા નથી. જાેકે, પોલીસ તંત્ર દ્વારા આ પડકારરૂપ ચોરીના બનાવોનો ભેદ ઉકેલવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ બનાવો અંગે વડુ પોલીસ મથકમાં ફરિયાદો દાખલ કરવામાં આવી છે.વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ પોલીસ મથકની હદમાં આવેલા ડબકા અને સોમજીપુરા ગામમાં તસ્કરો ત્રાટક્યા હતા અને બે ભાઇઓના મકાનો સહિત ત્રણ મકાનોમાંથી રોકડ સહિત રૂપિયા ૧૧.૩૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. એક જ રાતમાં ડબકા અને સોમજીપુરા ગામમાં બનેલા ચોરીના બનાવે પંથકમાં ચકચાર જગાવી મુકી હતી. નોંધનીય છે કે, ડબકામાં તસ્કરો ટ્રેક્ટરના હપ્તા માટે લાવેલી રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૪ લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી, જ્યારે સોમજીપુરા ગામના બે ભાઇઓના ઘરમાં ચૌલક્રિયાનો પ્રસંગ હતો. જૈ પૈકી લેબર કોન્ટ્રાક્ટર કર્મચારીઓને પગાર આપવા માટે લાવેલી રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૭.૩૦ લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. આ બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બંને ગામમાં દોડી ગયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/