fbpx
ગુજરાત

સ્કૂલ બસ અને કારની ટક્કર વચ્ચે વૃદ્ધ મહિલાનું મોત

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાનાં ગભેણી ગામે ટેકરા ફળીયામાં રહેતા ડાહ્યાભાઇ નરસિંહભાઇ ખલાસી (૬૭) ની સૌથી મોટી પુત્રી ડીમ્પલબહેનની પુત્રી મહિમાનું તાજેતરમાં મોત થયું હોય, મૃતકનાં અસ્થિ વિસર્જન માટે પોઇચા મંદિર વડોદરા જવા માટે ખલાસી પરિવારનાં ૬ સભ્યો ડાહ્યાભાઇ નરસિંહભાઈ, પત્નિ સવિતાબેન ડાહ્યાભાઇ (૬૨), પુત્ર જયેશભાઇ (૪૮), જયેશભાઇની પુત્રી નિવૃતી (૨૨), ડાહ્યાભાઇનો પૌત્ર સુજ્ઞેયભાઇ પ્રમોદભાઇ (૨૨) તથા પૌત્રી શૃતી પ્રમોદભાઇ (૨૦) શુક્રવારે સવારે સાતેક વાગે અર્ટીગા ગાડી નં (જીજે-૦૫-આરઇ-૯૭૭૦)માં સવાર થઇ પોઇચા જવા નીકળ્યા હતાં.

ગાડી સુજ્ઞેય ચલાવતો હતો. પોઇચા ખાતે અસ્થિ વિસર્જન કરી પરિવાર પરત ગભેણી જવા નીકળ્યા હતાં. અમદાવાદથી મુંબઇ જતાં હાઇ વે પર વલથાણ ગામની સીમમાંથી પસાર થતાં હતાં ત્યારે માંકણા ગામે વિધાથીઓને ઉતારી પાછી આવતી ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલની બસે અર્ટિગા કારને સાઇડે ટકકર મારી હતી. સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર સવિતાબહેન ડાહ્યાભાઇ ખલાસી (૬૨) નું માથામાં ગંભીર ઇજા થવાથી ઘટનાં સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્યોને પણ ઇજા થતાં ચલથાણની સંજીવની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરત મહાવીર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. મૃતક સવિતાબેનનાં પુત્ર પમોદભાઇએ સ્કુલ બસનાં ચાલક વિરૂધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અકસ્માત સમયે બસમાં ૮ થી ૧૦ બાળકો તેમજ બે શિક્ષકો અને ડ્રાઇવર કંડકટર હતા, પરંતુ કોઇને ઇજા થઇ ન હતી.

માંકણા ગામનાં બે બાળકોને ઉતારવા ગયા હતા, અને ઉતારીને પરત આવતાં વલથાણ ગામ હાઇ વેનાં કટ પાસે હાઇવે ક્રોસ કરતી વખતે બસ અને અટીંગા કાર વચ્ચે અકસ્માત થયો હતો.ચોર્યાસી તાલુકાના ગભેણી ખાતે રહેતો ખલાસી પરિવાર પોતાની પૌત્રીનું મોત થયા બાદ તેની અસ્થિતિનું વિસર્જન કરી પરત ફરતાં વલથાણ ગામની સીમમાં સ્કૂલ બસે પરિવારની કારને અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં ખલાસી પરિવારની ૬૨ વર્ષિય મહિલાનું મોત નીપજ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/