fbpx
ગુજરાત

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે યુવકને માર મારતા લોહી નીકળ્યું

યુવાન અને ટ્રાફિક જવાન વચ્ચે થયેલા ઝઘડાની બાબત મારા ધ્યાને આવી છે. જે અંગેની ઇન્કવાયરી સોંપી દીધી છે,ઈન્કવાયરી સોંપી દીધી છે ઃ મયંકસિંહ ચાવડા

અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિક્ટોરિયા ગાર્ડન તરફ જતા એક વેપારીના પુત્રને પોલીસે રોકીને તેના વાહનની ચાવી કાઢી લીધી હતી.ટ્રાફિક જવાનોને કારણે આ યુવક વિક્ટોરિયા ગાર્ડન તરફ આવ્યો હતો. જ્યાં અગાઉથી જ આ યુવકને રોકવા માટે સૂચના આપી હોય તેમ ટ્રાફિકની વચ્ચે બે પોલીસકર્મી ત્યાં આવ્યા અને તેના વાહનની ચાવી કાઢી લીધી હતી.થોડીવારમાં જ આ યુવક અને પોલીસ કર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસકર્મીઓ યુવકને માર મારવા માંડ્યા હોવાનો યુવકે આક્ષેપ કર્યો હતો. યુવકના મોંઢામાંથી લોહી નીકળતું હતું. બંને પક્ષો ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં હાલ સમાધાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.અમદાવાદ શહેર પોલીસના પહેલ સેમિનારમાં પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ બને તે માટે ખાસ સેમિનાર યોજાયો હતો.પોલીસ અને લોકો વચ્ચે અંતર ઘટે અને પોલીસ લોકોની સાથે મળીને કામ કરે તે માટે પોલીસ કોન્સ્ટેબલથી માંડીને સિનિયર આઈપીએસ અધિકારીઓને લોકો સાથે સારો વ્યવહાર કરવા તાલીમ આપવામાં આવી હતી.

પરંતુ તાલીમ પૂરી થાય તેના બીજા દિવસથી જ પોલીસ તેમના અસલ રંગમાં આવી ગઈ હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ટ્રાફિક પોલીસે એક યુવકને માર મારીને લોહી લુહાણ કર્યો હોવાનો આક્ષેપ થયો છે. સામાન્ય લોકોને હચમચાવી નાંખે તેવા આ વીડિયોમાં ટ્રાફિક પોલીસે યુવકને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. જેમાં યુવકના મોઢામાંથી લોહી નીકળી રહ્યું છે. જ્યારે બીજી તરફ પોલીસ એવો આક્ષેપ કરે છે કે આ યુવક ગાળો બોલ્યો હતો પણ ટ્રાફિક પોલીસનું કામ આ રીતે કોઈને મારવાનું ન હોવાનું હાલ પોલીસ બેડામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. એક તરફ પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ બને તે માટે પ્રયાસો થઈ રહ્યાં છે જ્યારે બીજી તરફ પોલીસના આ પ્રકારના વ્યવહારથી અનેક સવાલો ઉભા થયાં છે. આ અંગે સંયુક્ત પોલીસ કમિશ્નર ટ્રાફિક, મયંકસિંહ ચાવડાએ કહ્યું હતું કે, શહેરમાં યુવાન અને ટ્રાફિક જવાન વચ્ચે થયેલા ઝઘડાની બાબત મારા ધ્યાને આવી છે. જે અંગેની ઇન્કવાયરી સોંપી દીધી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/