fbpx
ગુજરાત

કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીના સભ્યો ૪ સપ્ટેમ્બરે ગુજરાત આવશે

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારી આરંભી દીધી છે. ગુજરાત કાૅંગ્રેસના નિરીક્ષક અશોક ગહેલોતે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. ગહેલોતે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, કાૅંગ્રેસ ગુજરાતમાં આગામી ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતરશે. આ દરમિયાન તેમણે કહ્યુ હતુ કે, ગુજરાતના રસ્તાઓ આજે સારા રહ્યા નથી. પહેલા એવું કહેવાતું હતું કે રાજસ્થાનના રસ્તા સારા નથી, હવે પરિસ્થિતિ વિપરિત થઈ ગઈ છે.રાજસ્થાનની સ્વાસ્થ્ય યોજનાઓને ગુજરાતમાં લાગૂ કરવામાં આવશે. રાજસ્થાન જેવી સ્વાસ્થ્ય યોજના વિશ્વમાં ક્યાંય નથી. જાે ૨૦૨૨માં કાૅંગ્રેસ રાજ્યમાં સત્તા પર આવશે તો રાજસ્થાન સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી સ્વાસ્થ્ય યોજના ગુજરાતમાં પણ લાગૂ કરવામાં આવશે. ગુજરાતમાં રાઇટ ટુ હેલ્થ મોડલ લાગૂ કરાશે. ગાંધીના ગુજરાતમાં કોંગ્રેસની સત્તા લાવવાનો આ ગોલ્ડન ચાન્સ છે.

જેને કોંગ્રેસ છોડી જવું હોય એને જવા દો. ભૂતકાળમાં પણ રાજાઓ અંગ્રેજાે સાથે જાેડાઈ ગયા હતા. ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ ઈડીનો ઉપયોગ ચૂંટણીના સમયે કરશે. એનાથી ગભરાવાની જરૂર નથી. કોંગ્રેસની હિંમ્મત એમના કાર્યકર્તા છે. ભાજપ ઈડીનો ઉપયોગ ‘ઈલેક્શન ડીપાર્ટમેન્ટ’ તરીકે કરી રહી છે. ભૂતકાળમાં પણ આઝાદીની લડાઈમાં કેટલાંક લોકો અંગ્રેજાે સાથે જાેડાયા હતા અત્યારે પણ અંગ્રેજાેની વિચારધારાને અનુસરનારા લોકો ધાકધમકી સહિતના હથકંડાઓ અપનાવી લોકશાહી ઢબે ચૂંટાયેલા લોકોને તોડી રહી છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. એક પછી એક નેતાઓ ભાજપમાં જાેડાઈ ગયા હોવા છતાં કોંગ્રેસને તૂટતી બચાવવા રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યાં છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીની જેમ કોંગ્રેસ પણ ચૂંટણી જાહેર થયા પહેલાં જ ઉમેદવારો જાહેર કરશે.

ત્યારે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, ૫ તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવશે. જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ સાથે અમદાવાદમાં બેઠક કરશે.૪ તારીખે સ્ક્રિંગ કમિટીના સભ્યો આવશે અને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરાશે.૧૫ તારીખ પહેલા કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. રાહુલ ગાંધી સ્ક્રીનીંગ કમિટીનાં સભ્યો અને ઈલેકશન કમિટીનાં સભ્યો સાથે ચર્ચા વિચારણા કરાશે અને ઉમેદવારી પસંદગી અંગે ચર્ચા કરશે.પ્રથમ લિસ્ટ એવા ઉમેદવારોનું હશે જ્યાં વર્ષોથી કોંગ્રેસ હારતી આવી છે અને એવા પણ ઉમેદવારો હશે જેના સિવાય પાર્ટી પાસે કોઈ વિકલ્પ નથી. પ્રથમ યાદી જાહેર કર્યા બાદ તેના એક સપ્તાહ બાદ બીજી યાદી જાહેર કરવામાં આવશે.

ઉમેદવારોને માત્ર પ્રચાર કરવાનો રહેશે. બુથ મેનેજમેન્ટ અને બુથ પર કોને મૂકવા ક્યાં સભા કરવી સહિતની બાબતોમાં ઉમેદવારો દખલગીરી નહીં કરી શકે. વહેલી યાદી જાહેર કરી ઉમેદવારોને પ્રજા વચ્ચે જઈ પ્રચાર શરૂ કરી દેવાની સૂચના આપવામાં આવશે. કોંગ્રેસને માત્ર ભાજપનો પડકાર નથી પરંતુ આમ આદમી પાર્ટી પણ આ વખતે ફુલ ફોર્મમાં દેખાઈ રહી છે. વારંવાર દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસે પણ કમરી કસી લીધી છે. તેના ભાગરૂપે કોંગ્રેસે પ્રદેશ સમિતિમાં ૩૯ નેતાઓનો સમાવેશ કર્યો છે.

આ સાથે જ કોંગ્રેસ છોટા ઉદેપુર, ભરુચ શહેર તથા ગીર સોમનાથમાં જિલ્લામાં અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષના નામની પણ જાહેરાત કરી છે.સિનિયર ઓર્બઝર્વર અશોક ગેહલોત અને રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી વેણુગોપાલએ પ્રદેશ પદાધિકારીઓ, ધારાસભ્યો, લોકસભા ઈન્ચાર્જ સાહિતીના આગેવાનો સાથે આગમી ચૂંટણીને લઈ રણનીતિ ઘડી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/