fbpx
ગુજરાત

સુરત ની ખૂબ સુરતી માટે પર્યાવરણ નું કામ કરતી ગ્રીન આર્મી સંસ્થા વૃક્ષ ઉછેર માટે વિચારો નું વાવેતર ગણપતિ પંડાલ માં વૃક્ષપૂજન થી વૃક્ષ ની મહતા દર્શાવી

સુરત ની ખૂબ સુરત માટે આપના હાથ જગનાથ પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા ગ્રીન આર્મી ટીમ ના સૈનીકો એ એક વડલો ઓપેરા હાઉસ મા પધરાવેલ ગણપતિ બાપા ના પંડાલ મંડપ મા મૂકવામાં આવ્યો  જેમની દૈનિક પૂજન દર્શન આરતી રોજે કરવામા આવી ને ગણપતિ વિસર્જન ના દિવસે પવિત્ર વડ વ્રુક્ષ ને ગ્રીન આર્મી ટીમ ના સૈનીકો દ્વારા રોપવામાં આવ્યો ઓપેરા હાઉસ મોટા વરાછા પ્રદુષણ ને ધ્યાન મા રાખીને POP ની ગણપતિ ની મૂર્તિ ના બદલે 5 વર્ષ થી પંચધાતુ ની મૂર્તિ ની સેવાપૂજા કરવામા આવે છે અને બીજુ કે સોસાયટી માંજ ગણપતિ દાદા નુ ઍક મોટા ટોપ જેવા વાસણ માજ વિસર્જન કરવામાં આવે છે સોસાયટી ના સભ્યો ગણપતિ દાદા નો ચડાવો બોલે છે જે કોઇપણ વધારે ચડાવો બોલે છે એમના ઘરે ગણપતિ દાદા ની મૂર્તિ ને એમના ઘરે ૧૨  મહિના એક વર્ષ માટે સેવાપૂજા નો લાભ મેળવે છે આયોજક મંડળ પ્રમુખ શ્રી રસિકભાઈ સાવલીયા ભાવેશભાઈ ઇટાલિયા ભરતભાઈ વાવડીયા મુકેશભાઈ જાસોલિયા વલ્લભભાઈ કુકડિયા તેમજ સોસાયટી ના દરેક સેવાભાવિ ના સાથ સહકાર થી ગણપતિ મહોત્સવ માં જનજાગૃતિ માટે વૃક્ષરોપણ વૃક્ષઉછેર ની મહિમા છોડ માં રણછોડ વૃક્ષદેવો ભવ નું મહત્વ દર્શાવી એક વૃક્ષ પર્યાવરણ માટે કેટલું ઉપીયોગી છે એક વૃક્ષ માનવ જીવન પ્રકૃતિ પર્યાવરણ માટે શું કરી શકે છે વૃક્ષ પ્રત્યે આમ નાગરિક ની ફરજ કેટલી હોવી જોઈ જેવા ઉમદા વિચારો સાથે ધાર્મિક કાર્યકમ ગણપતિ મહોત્સવ માં દર્શવાતા ગ્રીન આર્મી સંસ્થા ના સેનિકો કોઈ પદ પ્રતિષ્ઠા માન સન્માન ની અપેક્ષા વગર રોજ સવાર માં સુરત શહેર ની ખૂબ સુરતી માટે પોતા ના પરિવાર ના જીવન નિર્વાહ માટે કામ ધંધો રોજગાર નોકરી એ જતા પહેલા વહેલી સવાર માં શહેર ના વિવિધ વિસ્તારો માં માત્ર વૃક્ષારોપણ જ નહીં પણ વૃક્ષ ઉછેર માટે આ મુહિમ ચલાવી રહ્યા છે ગ્રીન આર્મી ના સેનિકો પોતા ના સગા ઇસ્ટ મિત્રો ના સારા નરહા પ્રસંગો માં પણ વૃક્ષ રોપણ વૃક્ષ ભેટ આપી ઉજવે છે સરકાર  ની કોઈ સહાય વગર પર્યાવરણ પ્રકૃતિ નું વંદનીય કામ કરતી ગ્રીન આર્મી ના સેનિકો વૃક્ષો વાવી તેના જતન જાળવણી માટે ખેવના રાખવા આવા ધાર્મિક મહોત્સવ માં વિચારો નું સુંદર વાવેતર કરી રહી છે જે સમસ્ત માનવ સમાજ માટે પ્રેરણાત્મક છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/