fbpx
ગુજરાત

હિંમતનગર વિધાનસભામાં ચુંટણી કામગીરીમાં જાેડાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ મતદાન યોજાશે

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કામાં ૫ ડિસેમ્બરે સાબરકાંઠાની ૪ વિધાનસભાની ચુંટણીનું મતદાન થવાનું છે. ત્યારે ચુંટણી કામગીરીમાં જાેડાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા ચુંટણી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે હિંમતનગર વિધાનસભામાં ચૂંટણીમાં જાેડાયેલા કર્મચારીઓ માટે લેન્ડ રેકર્ડઝના ૪૦ જેટલા કર્મચારીઓ ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ તૈયાર કરી રહ્યા છે. તો કર્મચારીઓ બેલેટ પર સિક્કા લગાવી તો ક્યાંક બેલેટને વાળીને કવરમાં પેક કરી રહ્યા છે. આમ ચૂંટણીમાં જાેડાયેલા કર્મચારીઓના મતદાન માટેની તૈયારીમાં કર્મચારીઓ હાલમાં કામે લાગી ગયા છે.

હિંમતનગર વિધાનસભામાં ચુંટણી કામગીરીમાં ૧૬૩૬ કર્મચારીઓ કે જે રાજ્યમાં અલગ અલગ વિભાગમાં ફરજ બજાવે છે. તેમના માટે પોસ્ટલ બેલેટ મતદાન માટે તૈયાર કરવામાં આવ્યા છે અને તેને કવરમાં પેક કરી સ્પીડ પોસ્ટ કરી દેવાયા છે. તો બીજી તરફ સાબરકાંઠા જીલ્લામાં ચુંટણી કામગીરીમાં જાેડાયેલા પોલીસ કર્મચારી સહિતના કર્મચારીઓ ૧૨૪૬ કર્મચારીઓ માટે પણ પોસ્ટલ બેલેટ મતદાનની સવલત કરવામાં આવી છે.

આ અંગે હિંમતનગર વિધાનસભાના ચુંટણી અધિકારી અનિલ કે.ગોસ્વામી અને મદદનીશ ચુંટણી અધિકારી જય પટેલે જણાવ્યું હતું કે, હિમતનગર વિધાનસભાની ચુંટણી કામગીરીમાં જાેડાયેલા પોલીસ કર્મીઓ સહીત ૧૨૪૬ કર્મચારીઓ માટે ૨૭ અને ૨૮ નવેમ્બરે ખેડબ્રહ્મામાં ફેસીલીટી સેન્ટર તરીકે કે.ટી.હાઈસ્કુલમાં પોસ્ટલ બેલેટ મતદાન યોજાશે. તો ૨૯ અને ૩૦ નવેમ્બરે ફેસીલીટી સેન્ટર તરીકે હિંમતનગરમાં હિંમત હાઇસ્કુલમાં, ઇડરમાં ડાયટ ખાતે અને પ્રાંતિજમાં ચિત્રાસણી કોલેજ ખાતે પોસ્ટલ બેલેટથી કર્મચારીઓ મતદાન કરશે, તેનું આયોજન કરી દેવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/