fbpx
ગુજરાત

ગાંધીનગરમાં ડમ્પિંગ યાર્ડમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે મોટું નુકશાન થતાં અટકાવ્યું

ગાંધીનગરના સેક્ટર – ૩૦ માં આવેલા ડમ્પિંગ યાર્ડમાં આજે વહેલી સવારે અચાનક કચરામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ગણતરીની મિનિટોમાં યાર્ડમાં રાખેલો કચરો ભડભડ સળગવા લાગતાં દૂર દૂર સુધી ધુમાડો દેખાય રહ્યો હતો. જાે કે, ગાંધીનગર ફાયરની ટીમે અંદાજીત ૧૪ હજાર લીટર પાણીનો છંટકાવ કરીને આગને વધુ પ્રસરતા અટકાવી હતી. ઉનાળાની શરૂઆત થતાં જ આગના બનાવોની ઘટનાઓ વધવા લાગી છે. ગઈકાલે ગાંધીનગરના સેક્ટર – ૨૩ નાં યોગેશ્વર ફ્લેટના મીટર બોક્સમાં આગ લાગી હતી. તેમજ કોર્ટ પાસેના એક ઝૂંપડામાં પણ આગની ઘટના ઘટી હતી.

એ સિવાય કોર્પોરેશનની કચરો ઉપાડતી ગાડીમાં પણ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે ત્રણેય આગના બનાવો ઉપર તાત્કાલિક કામગીરી કરીને કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ વચ્ચે આજે વહેલી સવારે સેક્ટર – ૩૦ ની ડમ્પિંગ સાઈટમાં એકઠો કરવામાં આવેલા કચરામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જાેતજાેતામાં કચરામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં દૂર દૂર સુધી ધુમાડાનાં ગોટે ગોટા જાેવા મળ્યા હતા. તેમજ કચરો બળવાના કારણે દૂરથી સુધી વાયુ પ્રદૂષણ ફેલાઈ ગયું હતું અને વાતાવરણમાં દુર્ગંધ પ્રસરી હતી. બીજી તરફ આગની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડના લાશ્કરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ હતી.

એક આખું ટેન્કર પાણી ભરીને પાણીનો છંટકાવ કર્યા પછી પણ વિકરાળ આગ ઉપર કાબુ નહીં આવતાં બીજા ટેન્કર મારફતે પણ આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કલાકોની ભારે જહેમત પછી ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવી લઈ આગને વધુ પ્રસરતા અટકાવી દેવામાં આવી હતી. આ અંગે સબ ફાયર ઓફિસર કે જે ગઢવી એ જણાવ્યું હતું કે, ઉક્ત સ્થળે કોઈ કારણસર કચરામાં આગ લાગી હતી. બે ટેન્કર મારફતે અંદાજીત ૧૪ હજાર લીટર પાણીનો છંટકાવ કરીને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/