fbpx
ગુજરાત

નવસારીમાં પૂજ્ય મોરારી બાપુ દ્વારા રામકથાનું ગાન થશે

દક્ષિણ ગુજરાતની સંસ્કાર નગરી નવસારી ખાતે સર્વભૂત હિતાય, સર્વભૂત સુખાય અને સર્વ ભૂત પ્રિતાય,પૂજ્ય મોરારીબાપુની તલગાજરડી વ્યાસપીઠ દ્વારા તેમના કૂલ કથા ક્રમની ૯૧૪મી રામકથાનું ગાન આરંભાશે. નિમિત્ત માત્ર યજમાન શ્રી કૌશલ્યાબેન પરભુમલ લાલવાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ કથા પ્રેમી ભાવકોને કથા શ્રવણ માટે નવસારી પધારવા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સત્ય, પ્રેમ અને કરુણાના ઉદ્ગાતા પૂજ્ય બાપુ ઘણાં વર્ષો પછી નવસારીની ભૂમિને રામકથાના મધુર મંગલ ગાનથી આપ્લાવીત કરવા પધારી રહ્યા છે. ત્યારે નવસારી શહેર અને દક્ષિણ ગુજરાતની જનતા આ અમુલખ અવસરનાં રૂડાં વધામણાં કરવા થનગની રહી છે.

કથાનો પ્રારંભ તારીખ ૨૨ માર્ચ, સાંજના ૪ કલાકે નવસારીના લૂન્સીકૂઈ ગ્રાઉન્ડ ખાતે થશે. ૨૩ માર્ચથી ૩૦ માર્ચ દરમિયાન સવારના ૧૦ કલાકથી બપોરના ૧-૩૦ સુધી કથાગાનનો સમય રહેશે. આસ્થા ટીવી તેમ જ યુટ્યૂબનાં માધ્યમથી કથાનું લાઇવ પ્રસારણ માણી શકાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/