fbpx
ગુજરાત

IIT મુંબઈમાં આપઘાત કરનાર ગુજરાતી વિદ્યાર્થીના મોતનું ખુલ્યું રહસ્ય, મળ્યો મહત્વનો પુરાવો

IIT બોમ્બેમાં અભ્યાસ કરતાં ગુજરાતના વિદ્યાર્થીએ સાતમા માળેથી પડતું મુકીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ બોમ્બે IITમાં ભણતા અમદાવાદના વિદ્યાર્થી દર્શન સોલંકીએ હોસ્ટેલ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. મહારાષ્ટ્ર સરકારે આ કેસની તપાસ માટે સીટની રચના કરી હતી અને ત્યારથી સીટ આ કેસની તપાસ કરી રહી હતી. આ કેસની તપાસમાં સીટને એક મહત્વનો પુરાવો હાથ લાગ્યો છે. દર્શન સોલંકીની સ્યૂસાઈટ નોટ હાથમાં લાગી છે. દર્શન સોલંકીના મોત બાદ પોલીસને સ્યૂસાઈડ નોટ મળી ન હતી. પરંતુ હવે મહત્વનો પુરાવો હાથ લાગ્યો છે. મુંબઇ પોલીસની વિશેષ તપાસ ટીમને એક ચિઠ્ઠી મળી આવી છે જેમાં તેના હોસ્ટેલના સાથીના નામનો ઉલ્લેખ કર્યો છે.

આ નોંધમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થી દ્વારા કરવામાં આવતી પજવણીનો ઉલ્લેખ કરાયો છે. વિદ્યાર્થીનું નામ પમ લખવામાં આવ્યું છે. સ્યુસાઈડ નોટમાં દર્શને એન્જિનિયરિંગના જે વિદ્યાર્થીનું નામ આપ્યું છે તે હોસ્ટેલમાં તેના ફ્લોર પર રહે છે અને તેમની વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતાં તેણે દર્શનને ધમકી આપી હતી જે પછી લાગી આવતાં દર્શને આપઘાત કરી લીધો હતો. દર્શન રમેશ સોલંકી પવઈના આઈઆઈટીમાં બીટેકનો અભ્યાસ કરી રહ્યો હતો. વિદ્યાર્થીએ ત્રણ મહિના પહેલા જ કોર્સમાં એડમિશન લીધું હતું. તેની સેમેસ્ટરની પરીક્ષા શનિવારે જ સમાપ્ત થઈ હતી.

તપાસમાં માલૂમ પડ્યું કે, દર્શન સોલંકી હોસ્ટલસ ૧૬ બીના આઠમા માળ પર રહેતો હતો. દર્શને હોસ્ટેલના સાતમા માળથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી છે. જ્યારે તે નીચે કૂદ્યો તો જાેરથી અવાજ આવ્યો, તો તરત જ અન્ય વિદ્યાર્થીઓ અને સુરક્ષા ગાર્ડ ત્યાં આવી પહોંચ્યા હતા, તેઓએ જાેયુ તો દર્શન જમીન પર લોહીથી લથબથ પડ્યો હતો. દર્શન સોલંકીના મોત બાદ પોલીસને મૃતક વિદ્યાર્થી પાસેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી. પરંતુ હવે એક નોંધ મળી આવી છે. બોમ્બે આઈઆઈટીના વિદ્યાર્થી દર્શન સોલંકીના મોત મામલે તેના પરિવારે ગંભીર આરોપ લગાવ્યાં હતા. તેઓએ કોઈના દબાણ અને ત્રાસને કારણે આપઘાત કર્યો હોવાનો આરોપ મૂક્યો હતો તેમજ તટસ્થ તપાસ કરવા કહ્યુ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/