fbpx
ગુજરાત

જામનગરની રોટરી કબલ અને રોટરી રોયલ ગ્રુપ દ્વારા મહિલાને મોતીના તોરણ બનાવવા માટેની તાલીમ અપાઈત્રણ જિલ્લામાં ૩૫૦ મહિલાઓને તાલીમ અને રોજગારી અપાઈ

મહિલાઓને પોતાના અનુકુળત સમયે કામ કરીને રોજગારી મેળવી શકે તેવા હેતુ સેવાકીય સંસ્થા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે. સુરતની રોટરી કલબ સંસ્થા દ્વારા જામનગરની રોટરી કબલ અને રોટરી રોયલ ગ્રુપ દ્વારા મહિલાને મોતીના તોરણ બનાવવા માટેની તાલીમ આપવામાં આવી છે. મહિલાઓને તાલીમ આપી તોરણ બનાવવા માટે મહિલાઓને કોઈ પણ રોકાણ વગર જરૂરી વસ્તુઓ આપીને તોરણ બનાવવા માટેનું કામ પણ આપવામાં આવ્યુ છે. જેમાં ૧૦૦ મહિલાઓને તાલીમ આપવામાં આવી. જામનગર શહેરના રામેશ્વરનગર, ગોકુલનગર, ગુલાબનગર સહીતના વિસ્તારની ગૃહણીઓ રોજગારી મળી રહે તે માટે તોરણ બનાવવાની તાલીમ આપવામાં આવે છે. મહિલાઓને મળીને તેમને તાલીમ, રોજગારી આપવામાં આવે તે માટે પ્રયાસ કર્યો. ૫ નિષ્ણાતોની ટીમ દ્વારા ૧૦૦ મહિલાઓને ૩ કલાકની તાલીમ આપીને તોરણ બનાવતા શીખવાડી રંગબેરંગી નાના-મોટા મોતી અને જરૂરી વસ્તુઓ આપીને રોજગારી આપવામાં આવી છે. નવરાશ કે અનુકુળ સમયે ગૃહણીઓ ઘરે બેઠા-બેઠા તોરણ બનાવીને પૈસા કમાઈ શકે તે માટે સંસ્થાએ પહેલ કરી. મહિલાઓને માસિક ૭ થી ૧૦ હજાર રૂપિયાની આવક મેળવી શકે છે. અંદાજે ૧ કિલો મોતીના તોરણ બનાવવા માટે રુપિયા ૧૪૦૦ સંસ્થા દ્વારા ચુકવામાં આવે છે. કામ પુર્ણ થતા તોરણ બનાવીને આપતાની સાથે મહિલાઓને તેમનું વળતર આપવામા આવે છે.

ઓર્ડર બાદ તૈયાર થયેલા તોરણને વેચાણ પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રોજેકટ ચેરમેન શિતલબેન પટેલે મહિલા અગ્રણીઓ તેમજ જ્ઞાતિના મહિલા મંડળોનો સંપર્ક કરીને ૧૦૦ મહિલાઓના રજીસ્ટ્રેશન કરાવ્યા. મહિલાઓને અત્મવિશ્વાસ કેળવાય, પોતાના અનુકુળ સમયે કામ કરીને રોજગારી મેળવી શકે તેવા પ્રયાસ સંસ્થા દ્વારા કરવામાં આવ્યા છે સુરતની સંસ્થા દ્વારા આ પ્રકારનો પ્રોજેકટ રાજયભરના વિવિધ શહેરમાં શરૂ કર્યો છે. ડાંગમાં ૨૦૦ જેટલી મહિલાઓને રોજગારી આપવામાં આવી છે. જેમાં અમરેલી ૫૦ મહિલાઓ તાલીમ સાથે રોજગારી આપવામાં આવી છે. બે પ્રોજેકટની સફળતા બાદ જામનગરમાં ૧૦૦ મહિલાઓને તાલીમ અને રોજગારી આપવામાં આવી. હાલ સુધીમાં ત્રણ જિલ્લામાં ૩૫૦ મહિલાઓને તાલીમ અને રોજગારી આપવામાં આવી છે. રાજયભરમાં કુલ ૧૦૦૦ મહિલાઓને રોજગારી મળે તે માટેનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/