fbpx
ગુજરાત

અમદાવાદ હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત

બે લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં બે લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં ૨૦થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, લીંબડી મોડલ સ્કૂલ નજીક અકસ્માતમાં પણ એકનું મોત નીપજ્યું છે.

એમાં લીંબડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી બે કલાકની મહેનત કરી મૃતદેહ બહાર કાઢીને હોસ્પિટલે ખસેડ્યા છે. બેનાં ઘટનાસ્થળે મોત, ૨૦થી વધુ ઘાયલ લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર જનશાળી પાટિયા નજીક આ ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં બે લોકાનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે અને ૨૦થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોનાં ટોળેટોળાં બનાવના સ્થળે દોડી ગયાં હતાં. ઘટનાની જાણ કરતાં લીંમડી પોલીસ અને પાંચ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ વાન ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો

અને હાઈવેની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી. બીજી તરફ, લીંબડી-રાજકોટ હાઈવે પર પણ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં લીંબડી મોડલ સ્કૂલ નજીક ડમ્પર અને ટેમ્પો વચ્ચેના અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું, જેમાં લીંબડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી બે કલાકની મહેનત કરી મૃતદેહ બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બે દિવસ અગાઉ જ જામનગરના ચંગા પાટિયા પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી ખાઇ જતાં ૮ મુસાફરને ઇજા થઈ હતી. જામનગરની ખાનગી ટ્રાવેલ્સની બસ વિરમગામથી ન્ઝ્ર ૮ કોલોનીમાં જતી હતી. એમાં એલ એન્ડ ટી કંપનીના પરપ્રાંતી મજૂર સવાર હતા. ત્યારે ચંગા અને ચેલા પાટિયાની વચ્ચે સોમનાથ હોટલ પાસે અકસ્માત સર્જાયો હતો.

એમાં બસ રોડની સાઇડમાં ઊતરીને ઊંધી વળી ગઇ હતી. અકસ્માતની જાણ આજુબાજુના લોકોને થતાં સ્થાનિકોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને તરત પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સ્થાનિકો અને એમ્બ્યુલન્સના સ્ટાફે ૧૦ જેટલા ઇજાગ્રસ્તોને બારીમાંથી બહાર કાઢીને સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બીજી તરફ, એ જ દિવસે પાલનપુર-આબુરોડ હાઈવે પર ગાડીનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી, જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં અમીરગઢ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અમદાવાદનો એક પરિવાર આબુરોડ તરફથી પરત અમદાવાદ જઈ રહ્યો હતો ત્યારે પાલનપુર-આબુ હાઇવે પર રામજિયાણી ગામ નજીક ગાડીનું ટાયર ફાટતાં ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ગાડી ફંગોળાઇને રોડની સાઇડમાં ખાબકી હતી. એમાં એકનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે એક ગંભીર રીતે ઘવાતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/